મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

કોવિડ-૧૯ ગાઇડ લાઇનના ઉલંઘન બદલ કાર્યવાહી

અભિનેતા જીમ્મી શેરગીલ સહિત ૩૫ની ધરપકડઃ જામીન મુકત

સાંજના ૬ થી સવારના પ સુધી લોકડાઉન હોઇ છતાં સાંજના ૮ સુધી શુટીંગ ચાલુ રાખતાં કાર્યવાહી : વેબ સિરીઝનમાં જીમ્મી જજની ભુીમકા નિભાવી રહ્યો છે

નવી દિલ્હી તા. ૨૯: જાણીતા અભિનેતા જીમ્મી શેરગીલની લુધીયાણામાં ધરપકડ કરવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇનનું ઉલંઘન કરવા બદલ પંજાબના લુધીયાણામાં આ કાર્યવાહી થઇ હતી. મંગળવારે જીમ્મી શેરગીલ એક વેબ સિરીઝના શુટીંગ માટે લુધીયાણામાં હતો. સોની લિવ પ્લેટફોર્મની વેબ સિરીઝ યોર ઓનરની બીજી સિઝનનું અહિ શુટીંગ ચાલી રહ્યું છે. ઇઝરાયલી શોની હિન્દી રિમેક એવા આ શોમાં જીમ્મી શેરગીલ એક ન્યાયાધીશ (જજ)નો રોલ નિભાવી રહ્યો છે.

પંજાબમાં કોરોનાને કારણે સાંજના છથી સવારના પાંચ સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે. પરંતુ યોર ઓનરની ટીમે સાંજના છ વાગ્યે શુટીંગ બંધ કરી દેવાને બદલે સાંજના આઠ વાગ્યા સુધી શુટીંગ ચાલુ રાખ્યું હોઇ પોલીસને જાણ થતાં શુટીંગના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. અભિનેતા જીમ્મી શેરગીલ સહિત ૩૫ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ધરપકડ બાદ બધાને જામીન પર છોડવામાં આવ્યા હતાં. જેમાં નિર્દેશક પણ સામેલ હતાં.

(12:51 pm IST)