મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

CM અશોક ગેહલોતના પત્ની કોરોના સંક્રમિત

બંનેએ ખુદને કર્યા આઇસોલેટ

જયપુર,તા. ૨૯: રાજસ્થાનમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, છેલ્લા ઘણા દિવસોથી રાજયમાં ૧૦ હજારથી વધુ મામલાઓ આવ્યા છે સામે ત્યારે આ વચ્ચે સીએમ અશોક ગહેલોતની પત્ની સુનિતા ગહલોત પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, ગઇ કાલે સીએમની પત્ની કોરોના પોઝિટિવ થયા હતાં.

સીએમ અશોક ગહલોતો ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે મારી પત્નિ સુનિતા ગહલોત કોવિડ પોઝિટીવ આવી છે. પ્રોટોકોલ અનુસાર હોમ આઈશોલેશનમાં તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. હું પણ સાવચેતી રાખીને હોમ આઈશોલેશનમાં રહીને ડોકટરો અને અધિકારીઓની સાથે સાંજે ૮.૩૦ કલાકે યોજવાની કોવિડ સમિક્ષા બેઠકમાં ભાગ લઈશ.

(10:31 am IST)