મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

આવકવેરા ખાતુ વ્યાજ ટેક્ષ સાથે જ ૧૨% વ્યાજ ઉઘરાવે છે પરંતુ રીફંડ ઉપર ૬% વ્યાજ આપતુ નથી

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ લગભગ તમામ કરદાતાઓ માટે મુશ્કેલ રહેલો. લોકડાઉન માર્ચ ૨૦૨૦થી ચાલુ થયા બાદ જુન-૨૦૨૦માં ખુલ્યું પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ પણ કાચા માલની અછત, મજુરો પોતાના વતનમાં ચાલી ગયેલા. ટ્રાન્સપોર્ટેશન બંધ અથવા તેના ડબલ ભાવો ધંધાદારીઓ તથા ઉદ્યોગો દ્વારા ચુકવવા પડેલ.

આ સંજોગોમાં કોઇપણ કરદાતા ધંધા - વેપારના મૂડમાં નહોતા તેમજ બેંકો ધંધા બંધ હોવાથી તેમના ચોપડાઓ રીર્ટન ભરવા - ઓડીટ કરાવવાની મુશ્કેલીઓ અનુભવેલ છે. આ સંજોગોમાં સરકાર દ્વારા ઇન્કમટેક્ષ રીર્ટન ભરવા માટે તથા ઓડીટ મોડું કરવાનો સમય આપ્યો પરંતુ આવકવેરો ભરવાનો જે થયો તેના એડવાન્સ ટેક્ષ તથા ફાઇનલ ટેક્ષ ભરવાની મુદતમાં વધારા આપ્યા સાથે ટેક્ષ ઉપર કલમ ૨૩૪-બી તથા ૨૩૪ સી મુજબ વાર્ષિક ૧૨% લેખે ચુકવવાનું ફરજીયાત દરેક વર્ષની પ્રણાલીકા મુજબ ચાલુ જ રાખેલ જે તમામ કરદાતાઓએ ફરજીયાત ભરવો પડેલ.

આની સાથે સરકાર દ્વારા અગાઉના વર્ષોના રીફંડ લોકડાઉનને લીધે અથવા અન્ય કોઇપણ કારણોથી તમામ રીફંડ પણ વેપારી એશોશીએશન તથા ચેમ્બરોના હોબાળા પછી સેન્ટ્રલ પ્રોસેસીંગ સીસ્ટમ બેંગ્લોરથી શરૂ કર્યા પરંતુ તેમાં રીફંડની મૂળ રકમ જ પરત આવેલ છે. તેના ઉપર વાર્ષિક ૬% વ્યાજ આપવા સરકાર આવકવેરા કલમ ૨૪૪-એ મુજબ બંધાયેલ છે પરંતુ કરદાતાઓએ અનેક વખત ટપાલ, ઇમેલથી વ્યાજ આપવાની અરજ કરેલ છે પરંતુ આ વ્યાજ હજુ કોઇ પણ કરદાતા, વેપારી, ધંધાદારી, વ્યવસાયીકો, ટ્રસ્ટોને મળેલ નથી.

આ અંગે સરકારશ્રી દ્વારા કોઇપણ જવાબ આવતા નથી. આ અંગે અનેક હાઇકોર્ટોના તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સરકારશ્રી વ્યાજ આપવા બંધાયેલ છે પરંતુ વ્યાજ લેવા કોર્ટોમાં કેઇસ કોણ કરે? કે તેનો ખર્ચ કરે ? (૨૧.૩)

નિતીન કામદાર (CA)

મનાલી કામદાર (CA)

નિતિન કામદાર એન્ડ કાું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 

૭/૯ પંચનાથ પ્લોટ, પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ પાછળ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮ / ૯૪૨૮૨ ૬૯૫૮૩

ઓફિસ : (૦૨૮૧) ૨૨૨૭૬૮૮

info@nitinkamdar.com

(10:32 am IST)