મુખ્ય સમાચાર
News of Sunday, 29th March 2020

સાઉદી અબરના શોપીંગ સેન્ટરમાં થુંકવાવાળા શખ્સ કોરોના પોઝીટીવ દર્દી નિકળ્યો : મોતની સજાની શકયતા

સાઉદીઅરબ : સાઉદી અરબમાં એક શોપીંગ સેન્ટરની દિવાલ પર થુંકનાર વ્યકિત કોરોના સંક્રમિત નીકળતા તેને મોતની સજા પણ થઇ શકે છે.

શોપીંગ સેન્ટરમાં કામ કરતા કર્મીઓએ તેને થુંકતા જોતા ધરપકડ કરાઇ હતી. આ શખ્સ વિદેશી નાગરિક છે અને તેનો ટેસ્ટ કરાતા તે કોરોના પોઝીટીવ નીકળયો હતો.

આ શખ્સે સાઉદીના કાયદા મુજબ બીજા વ્યકિતઓમાં રોગ ફેલાવવાની કોશિષ કરી છે તે હત્યા બરાબર છે તેને અહીંના કાયદા મુજબ મોતની સજા થઇ શકે છે.

(4:08 pm IST)