મુખ્ય સમાચાર
News of Saturday, 29th February 2020

કેન્‍દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનએ દિલ્લી હિંસાને બતાવ્‍યું રાષ્‍ટ્રીય કલંક

           નવી દિલ્લીઃ  કેન્‍દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનએ દિલ્લીમાં થયેલ હિંસાને રાષ્‍ટ્રીય કલંક બતાવ્‍યું છે. પાસવાનએ કહ્યું કે  દિલ્લી હિંસા માટે  દોષી લોકો સામે કડક કાર્યવાહી કરવામા આવે. દિલ્લીમાં મીડિયા કર્મીઓ સાથે વાત કરતા રામવિલાસ પાસવાનએ કહ્યું કે આ મામલામાં ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ. અને તરત જ કાર્યવાહી સુનિતિ હોવી જોઇએ. પાસવાનએ કહ્યું જો લોકો હિંસા માટે  દોષી હોય તેની સામે કાર્યવાહી થાય.  પછી ભલે તે ઉતેજક ભાષણ  આપવાવાળા કેમ ન હોય બધા વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય અને આ મામલામાં કોઇ સાથે ભેદભાવ ન હોય.

            રામવિલાસ પાસવાનએ કહ્યું કે સજા આપવા માટે જો કાનૂનમાં બદલાવ લાવવાની જરુરત હોય તો તે પણ કરી શકાય. પસાવાનએ યાદ અપાવ્‍યું કે દિલ્લીમાં શિખ હિંસાને ન્‍યાય મળવાાં વિલંબ થયો અને હજુ સુધી લોકોને ન્‍યાય નથી મળ્‍યો. આવુ આ મામલામા ન થવુ જોઇએ.

            રામવિલાસ પાસવાનના પુત્ર અને લોકો જનશકિત પાર્ટી પ્રમુખ ચિરાગ પાસવાનએ પણ દિલ્લી હિંસા મામલામાં દોષિઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ચિરાગ પાસવાનએ તો ભાજપા નેતા અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રાના ઉદ્ધત વર્તન બાબતે કહ્યુ  ભડકાવ ભાષણ આપવાના મામલામા આ ના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.

(10:19 pm IST)