મુખ્ય સમાચાર
News of Saturday, 29th February 2020

હજારો પોર્ન સ્ટારના ન્યૂડ સેલ્ફી-વીડિયો ક્લિપ લીક

વીડિયો પોર્ન વેબસાઈટથી ફોટાઓ લીક થયા : વિશ્વની સૌથી લોકપ્રિય પોર્નસ્ટારના ફોટાઓ-સેલ્ફી લીક

નવી દિલ્હી, તા. ૨૯ : ઓનલાઈન ડેટા લીકનો એક મોટો મામલો સપાટી ઉપર આવ્યો છે. જેમાં હજારો ફિમેલ પોર્ન સ્ટારના ન્યૂડ સેલ્ફી અને વીડિયો લીક થઈ ગયા છે. ફોટો વીડિયો પોર્ન વેબસાઈટ ઓન્લીફેન્સથી લીક થઈ છે. હેકર્સે વેબસાઈટને હેક કરીને ડેનિયેલા વેસ્ટબ્રુક, બેક્સ સાયનર, ડેનિયલી લોઈડ અને કેટી સાલમન જેવી લોકપ્રિય પોર્ન સ્ટારના ન્યૂડ સેલ્ફી અને વીડિયો ઈન્ટરનેટ પર શેયર કરી દીધા છે. યૂઝર્સને પોર્ન વેબસાઈટ પર પોતાની પસંદગીના પોર્ન સ્ટારના વીડિયો અને ફોટા જોવા માટે પૈસા ચૂકવવા પડે છે પરંતુ હવે ડેટા લીક થઈ ગયા બાદ ફ્રીમાં જોઈ શકાય છે. ફોટો વીડિયો લીક થવાના અહેવાલ બાદ સોશલ મીડિયા પર ખભળાટ મચી ગયો છે. આવા સમાચાર સોશલ મીડિયા પર ફેલાતા ચાહકો અને પોર્નસ્ટારને લાગ્યુ છે કે હેકીંગના કારણે થયું છે.

       સૌથી ચોંકાવનારી બાબત છે કે ઓન્લી ફેન્સ વેબસાઈટે કોઈપણ પ્રકારની હેકીંગનો ઈનકાર કર્યો છે. વેબસાઈટનું કહેવું છે કે યુઝર્સે વેબસાઈટથી વધુને વધુ કન્ટેન્ટને ચોરી કરીને તેને ઈન્ટરનેટ દરેક જગ્યાએ શેર કરી દીધા છે. આજ કારણસર હવે પોર્ન સ્ટારના વીડિયો અને ફોટા ઈન્ટરનેટ ઉપર ફ્રીમાં ઉપલબ્ધ બની ગયા છે. સાઈટ સાથે જોડાયેલા એક અધિકારી સ્ટીવ પીમે કહ્યું છે કે અમે વેબસાઈટના હેક થવાના દાવામાં તપાસ કરી રહ્યા છીએ. પોતાની સિસ્ટમમાં કોઈ ખામી હજુ સુધી મળી શકી નથી. સ્ક્રીન રેકોર્ડીંગ સોફ્ટવેરને જવાબદાર ગણવામાં આવે છે. સાઈટ સાથે જોડાયેલી એક પોર્ન સ્ટારે કહ્યું છે કે કન્ટેન્ટ લીક થવાની પાછળ સ્ક્રીન રેકોર્ડિંગ સોફ્ટવેરનો હાથ છે. જેના મારફતે યુઝર પોતાના કોમ્પ્યુટર સ્ક્રીનના કન્ટેન્ટને લોકલ ડ્રાઈવમાં સેવ કરીને ઈન્ટરનેટ પર કરી શકે છે.

        ૮૦૦ હોલિવુડ ફિલ્મો જેટલો ડેટા લીક થયો છે. સપ્તાહની રૂઆતમાં અલગ અલગ ફોરમ અને વેબસાઈટ પર વેબસાઈટના કન્ટેન્ટના લીન્ક જોવા મળ્યા હતા. જેમાં વેબસાઈટ સાથે ચોરી કરવામાં આવેલા ફોટો અને વીડિયોના કદ . ટીબી હતા. સાઈઝ ફુલ એચડી ફોર્મેટમાં આશરે ૮૦૦ હોલિવુડ ફિલ્મોને સ્ટોર કરવા માટે પુરતા છે. ઓન્લી ફેન્સ એક લોકપ્રિય પોર્ન કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવનાર છે. એમ માનવામાં આવે છે કે દુનિયાભરમં તેના ત્રણ કરોડ યુઝર્સ છે. એક મેમ્બરશીપ પ્લેટફોર્મ છે જ્યાં યુઝર પોતાન ફેવરીટ પોર્ન સ્ટારના કન્ટેન્ટને ચાર્જ ચુકવીને જોઈ શકે છે. માસિક ફીની વાત કરવામાં આવે તો પાંચ ડોલરથી રૂ કરીને પોર્ન સ્ટારની ડિમાન્ડ સુધીની છે. પ્લેટફોર્મ પર યુઝર્સ પોર્ન સ્ટારને અલગથી ટીપ પણ આપે છે. દરેક સબસ્ક્રિપ્શનના ૮૦ ટક પોર્ન સ્ટાર અને ૨૦ ટકા ઓન્લી ફેન્સ વેબસઈટને મળે છે.

(7:45 pm IST)