મુખ્ય સમાચાર
News of Saturday, 29th February 2020

અયોધ્યામા પ્રથમ વાર બુલેટ પ્રૂફ સ્ટ્રક્ચરમા શીફટ કરાશે રામલલાની પ્રતિમા

પારદર્શી ગ્લાસ પણ લાગેલો હશે. જેમા શ્રદ્ધાળુ રામલલાના બેરોકટોક દર્શન કરી શકશે

અયોધ્યા : ૨૮ વર્ષની અયોધ્યાના ટેન્ટમા વિરાજમાન રામલલાની મૂર્તિ પ્રથમવાર એક બુલેટપ્રૂફ સ્ટ્રક્ચર નીચે શિફ્ટ કરવામા આવશે. જેમાં એક પારદર્શી ગ્લાસ પણ લાગેલો હશે. જેમા શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરી શકશે. રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રામલ્લાની મૂર્તિ શીફટ કરવામા આવશે.

ચંપત રાયે જણાવ્યું કે મંદિરનું નિર્માણ ગર્ભગુહમાં થશે તેની માટે મૂર્તિને શીફટ કરવાની જરૂર પડશે. મૂર્તિને મંદિર પરિસરની અંદર ગર્ભગૃહમા ૧૫૦ મીટરના અંતરે માનસ ભવન તરફ રાખવામા આવશે. એક વાર ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ થઈ જશે તેની બાદ મૂર્તિને પરત જગ્યાએ પાછી મૂકી દેવામા આવશે. મંદિર નિર્માણમા સામેલ એન્જીનયરની સલાહ બાદ મૂર્તિને શિફ્ટ કરવાની જગ્યા પસંદ કરવામા આવશે. આ વિશેષરૂપે બનાયેલા ડીઝાઇનના સ્ટ્રકચરમા અસ્થાયીરૂપે મૂર્તિને રાખવામા આવશે. જેમા ત્રણ તરફથી ફાઈબરથી કવર કરવામા આવશે. આગળના સામે બુલેટપ્રૂફ ગ્લાસ હશે જેમાંથી શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરી શકશે.

રામ મંદિર નિર્માણમા રામમંદિરનું ગર્ભગૃહ સોમનાથ મંદિરથી પણ મોટું હશે. તેને મૂળ પ્રારૂપ રધુપૂરમના નામથી ઓળખવામા આવે છે. મીડિયા રીપોર્ટ અનુસાર રામ મંદિરનું નિર્માણ નાગર શૈલીમા સ્વદેશી તકનીકથી કરવામા આવશે. મંદિરના નિર્માણમા લોખંડનો પણ ઉપયોગ નહીં થાય. આ ઉપરાંત ૨૦ હજાર લોકો એક જ જગ્યાએ રામલ્લાની આરતી જોઈ શકશે.

રામમંદિરના પ્રસ્તાવિત નકશા મુજબ મંદિર ૧૨૮ મીટર ઊંચું, ૧૪૦ ફૂટ પહોળું અને ૨૬૮.૫ મીટર લાંબુ હશે. આ બે માળના મંદિરમા ૨૧૨ સ્તંભ હશે. તેની છત પર એક શિખર હશે. જેને ભવ્યતાને ધ્યાનમા રાખીને બનાવવામા આવ્યું છે. મંદિરમા પાંચ પ્રવેશ દ્વાર ( સિંહ દ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ, પૂજા કક્ષ અને ગર્ભગૃહ હશે) રામલલાની પ્રતિમા નીચલા સ્તરે વિરાજમાન હશે. ખાસ બાબત એ છે કે મંદિરમા લોખંડનો ઉપયોગ કરવામા નહીં આવે. સમગ્ર મંદિરમા ૧.૭૫ લાખ ઘન ફૂટ પથ્થરની જરૂરીયાત હશે.

(12:59 pm IST)