મુખ્ય સમાચાર
News of Sunday, 29th January 2023

ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કુમાર દાસનું નિધન

જીવલેણ હુમલા બાદ સારવારમાં રહેલ

ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કુમાર દાસ પર જીવલેણ હુમલો થયો હતો ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું

મુખ્યમંત્રી નવીન પટનાયકે આરોગ્ય મંત્રી નબા દાસ પર હુમલાની નિંદા કરી હતી

ભુવનેશ્વર :ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કુમાર દાસ પર આજે જીવલેણ હુમલો થયો હતો.

તેમને ગોળી વાગતાં ઘાયલ થયા હતા. તેમની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું નિધન થયું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર હુમલાની નિંદા કરી હતી.

આ ઘટના ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. તેમને ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ તેમને છાતીમાં ગોળી વાગી હતી. તેમને ઝારસુગુડા એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી નબા દાસને ભુવનેશ્વર લાવવામાં આવ્યા. તેમને અહીંની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

CM નવીન પટનાયક મંત્રી નબા દાસના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછવા ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે તબીબો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી નવીન પટનાયક એપોલો હોસ્પિટલમાં નબા દાસના પુત્રને મળ્યા અને તેમને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. સાથે જ આરોપી પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે.

CID-ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ પર ફાયરિંગના કેસમાં તપાસ હાથ ધરી છે. સાત સભ્યોની વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે, જેમાં સાયબર નિષ્ણાતો, બેલેસ્ટિક નિષ્ણાતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમનું નેતૃત્વ ડીએસપી રમેશ સી ડોરા કરી રહ્યા છે.

(9:20 pm IST)