મુખ્ય સમાચાર
News of Sunday, 29th January 2023

શ્રીનગર: 9 વર્ષ પછી અસ્થાયી મંદિરથી એમના મૂળ સ્થાને બિરાજમાન થઈ માં ધારી દેવીની મૂર્તિ, 2500 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર

માં ધારી દેવી મંદિરની મૂર્તિને આજે મૂળ સ્થાન પર શિફ્ટ કરી દેવામાં આવી છે. મંદિર શ્રીનગર વિદ્યુત પરિયોજનાની હદમાં આવ્યું હતુ, ત્યારબાદ મંદિરને શિફ્ટ કરવામાં આવ્યું હતુ. માં ધારી દેવીને લઇને લોકોમાં ખાસ્સી આસ્થા છે અને દર્શન માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે.

પૌરાણિક ધારી દેવી મંદિરની મૂર્તિ આજે પૂરા 9 વર્ષ બાદ વિધિપૂર્વક અસ્થાયી મંદિરમાંથી સ્થાયી મંદિરમાં શિફ્ટ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના પૂજારીઓ દ્વારા સવારે 7 વાગ્યેને 15 મિનિટે ચર લગ્નમાં મૂર્તિને અસ્થાયી મંદિરમાંથી ઉપાડીને 8 વાગ્યેને 10 મિનિટે સ્થિર લગ્નમાં નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. તો મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે 10 વાગ્યા બાદ દર્શન માટે ખોલવામાં આવ્યાં. આ દરમ્યાન શ્રીનગર ધારાસભ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ધન સિંહ રાવત પણ માંની આરાધના માટે મંદિરમાં પહોંચ્યા. 

કેબિનેટ મંત્રી ધન સિંહ રાવતે કહ્યું કે ટૂંક સમયમાં મંદિર પરિસરની આજુબાજુના વિસ્તારમાં સુવિધાઓને વધારવામાં આવશે. મંદિર નજીક એક મોટુ સ્નાનઘાટ બનાવવામાં આવશે. મંદિરે જતા રસ્તાને પાક્કુ કરવાની કાર્યયોજના તૈયાર કરવામાં આવશે. મંદિરમાં સુવિધાઓને વધારવા માટે રાજ્ય સરકાર એક મોટી યોજના હેઠળ ધારી દેવી પરિસરને સજાવવા સવારવાનુ કાર્ય કરશે. મંદિરની પૂજામાં ભાગ લઇ રહેલા આચાર્ય આનંદ પ્રકાશે જણાવ્યું કે માંની મૂર્તિને ચર લગ્નમાં અસ્થાયી મંદિરમાંથી સ્થિર લગ્નમાં નવા મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે.

આ દરમ્યાન મંદિર પરિસરને 25 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું. ભક્તોને સમસ્યા ના થાય તેથી ભક્તો માટે 10 વાગ્યાથી દર્શન માટે મંદિરના કપાટ ખોલી નાખવામાં આવ્યાં. વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ બળની પણ મદદ લેવામાં આવી. ચૌરાસથી પહોંચેલા ગણેશ ભટ્ટે કહ્યું કે 9 વર્ષ બાદ માં ધારી દેવીની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરાઈ છે. જેના માટે તેઓ આજે સવારે મંદિરમાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે તેમને ઘણુ સારું લાગ્યું કે નવા મંદિરમાં માં ભગવતીની મૂર્તિનુ સ્થાપન કરવામાં આવ્યું. 

(4:48 pm IST)