મુખ્ય સમાચાર
News of Sunday, 29th January 2023

પાકિસ્તાનને દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશો તરફથી મોટો ઝટકો: સાઉદી અરેબિયા અને યુએઈએ ભારત સાથે મિત્રતા કરવા કહ્યું

મુસ્લિમ દેશો પણ જેઓ એક સમયે પાકિસ્તાનના સાચા મિત્ર હતા તેઓ પણ આર્થિક પાયમાલીની અણી પર ઉભેલા પાકિસ્તાનનો સાથ છોડવા લાગ્યા

નવી દિલ્હી: સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશો તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દુનિયાભરમાં કટોરો લઈને ભીખ માંગી રહેલા ગરીબ પાકિસ્તાનને તેના નજીકના જ મુસ્લિમ મિત્ર દેશો સાઉદી અરેબિયા અને યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાત દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે.
સાઉદી અરેબિયા અને યુએઈએ ભારત સાથે મિત્રતા કરવા કહ્યું છે.
મુસ્લિમ દેશો પણ જેઓ એક સમયે પાકિસ્તાનના સાચા મિત્ર હતા તેઓ પણ આર્થિક પાયમાલીની અણી પર ઉભેલા પાકિસ્તાનનો સાથ છોડવા લાગ્યા છે. મુસ્લિમ દેશોના બે મોટા દેશોએ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરો.
પાકિસ્તાનના મિત્રો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને હવે ભારત હસ્તકના કાશ્મીરને કાયમ માટે ભૂલી જવાનું કહી દીધું છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને કહ્યું છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હોબાળા પર શાહબાઝ સરકારે ચૂપ રહેવું જોઈએ. આ મુદ્દો ભારતનો છે અને ભારત ઈચ્છે તે કરી શકે છે.
પાકિસ્તાનના અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન (OIC)માં અનેકવાર હોબાળો મચાવી રહ્યું છે. આ OICનો સૌથી શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયાએ પણ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નહીં આપે. સાઉદી અરેબિયાની સાથેસાથે સંયુક્ત આરબ અમીરાતે પણ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું છે કે, પાકિસ્તાને હવે ભારત હસ્તક કાશ્મીરનો મુદ્દો કાયમ માટે ભૂલી જવો જોઈએ.

(8:20 pm IST)