મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

સાસરે જતી પુત્રીને સૌથી વધુ ચિંતા તેના પિતાની થાય છેઃ પૂ. મોરારીબાપુ

‘‘લક્ષ્યદિપ'' માં આયોજીત ‘‘માનસ સાગર'' શ્રી રામકથાનો આઠમો દિવસઃ કાલે વિરામ

રાજકોટ તા.ર૯ : ‘‘સાસરે જતી પુત્રીને સૌથી વધુ ચિંતા તેના પિતાની થાય છે.કારણે કે પિતા તેનુ કાળજુ પોતાની પુત્રીને આપી દેતા હોય તેમ વિદાય આપતા હોય છે'' તેમ આજે પૂ. મોરારીબાપુએ લક્ષ્યદીપ ખાતે આયોજીત ‘‘માનસ સાગર'' શ્રીરામકથાના આઠમાં દિવસે કહ્યું હતું. કાલે શ્રીરામકથા વિરામ લેશે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે રામાયણમાં પાર્વતી વિદાય અને સીતાજી વિદાયના પ્રસંગો રજુ કરવામાં આવ્‍યા છે.
પૂ. મોરારીબાપુએ કાલે શ્રીરામકથાના સાતમાં દિવસે કહ્યું કે ગુણના સાગરનું મંથન કરવાથી હિંમત અને ધર્ય જેવા રત્‍નો નીકળે છે. એ જ રીતે કરૂણાના સાગરના મંથનથી મારો અનુભવ છે. કે પહેલું અમૃત એકાગ્રતા નામનું નીકળે છે. અનન્‍યતા-અન્‍ય કોઇ દખાય જ નહીં અને ત્રીજું અમૃત અમૂલ્‍યતા. સાથે-સાથે આરોગ્‍ય સારૂ થવા લાગે છે. આયુષ્‍ય વધે છે અને જીવવાનો આનંદ અઆવે છે, શાંતરસ મળે છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, આજે સાહસી અર્થકરી રહ્યો છું. બધા એને પચાવી પણ નહી શકે અને અન્‍યથા અર્થ પણ લઇ લેશે. સંસ્‍કૃત ભાષામાં સંસદનો અર્થ ભીડ થાય છે.
પરંતુ આ શબ્‍દ આજે કેટલો અસંસ્‍કૃત બની ગયો છે! સંસદથી જેને અરતિ છે. ભગવાન રામને જાનકીજી કયાં દેખાયા હતા ? લતામંડપ પુષ્‍પવાટિકા તો પ્રેમ આયુષ્‍ય કે ઉંમરનો મોહતાજ નથી ત્રણસો-ચારસો વર્ષ પહેલા લલ્લેશ્વરી દેવી કાશ્‍મીરમાં દિગંબર ઘુમતી હતી અને કહેતી કે આપન આંખો શિકારી છે એને પુજારી બનાવી ! અને સિદ્ધમૌલા તેના ગુરૂ હતા, મુસ્‍લિમ બાઇ હતી. એ કહેતી કે આકાશ મારૂ ઓઢણું છે અને ધરતી મારૂં પાથરણું છે.૪૦-૪પ વર્ષમાં બધું જ મેળવી લીધું બાપુએ કહ્યું કે જો કાયા કષ્‍ટ નહિ દેવે, ન સંસાર છોડાવે છે, સો ગુરૂ સત્‍ય કહાવે.

 

(4:03 pm IST)