મુખ્ય સમાચાર
News of Tuesday, 29th January 2019

ફર્નાન્ડિઝ બધા ગરીબ લોકોના અવાજને ઉઠાવતા હતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નિખાલસ, સાહસી અને આક્રમક નેતા ગુમાવ્યા : નીતિશકુમાર અવસાનના સમાચાર સાંભળીને રડી પડ્યા

નવીદિલ્હી, તા. ૨૯ : શક્તિશાળી સમાજ સુધારક અને પૂર્વ સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનું આજે અવસાન થયું હતું. ફર્નાન્ડિઝના અવસાનથી આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સહિત તમામ હસ્તીઓએ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે, ફર્નાન્ડિઝ ગરીબ લોકોના અવાજને શક્તિશાળીરીતે ઉઠાવતા હતા. ફર્નાન્ડિઝે ભારતની શ્રેષ્ઠ રાજકીય લીડરશીપનું નેતૃત્વ કર્યું હતું. નિખાલસ, નીડર અને શક્તિશાળી આક્રમકતાના ગુણ ફર્નાન્ડિઝમાં રહેલા હતા. એક આક્રમક ટ્રેડ યુનિયન નેતા હોવાની સાથે સાથે મહાન સંરક્ષણમંત્રી તરીકે સાબિત થયા હતા. કેરિયરની શરૂઆતમાં ફર્નાન્ડિઝે સોશિયલિસ્ટ ટ્રેડ યુનિયમ મુવમેન્ટમાં સામેલ થઇને તમામ મુદ્દાઓને ઉઠાવ્યા હતા. ટ્રેડ યુનિયનના નેતા તરીકે તેઓ ખુબ સફળ રહ્યા હતા. નીતિશકુમારે તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કરવાની સાથે સાથે ભાવનાશીલ બની ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ફર્નાન્ડિઝ તેમના અભિવાદ તરીકે હતા અને એક અભિવાવક ગુમાવી દીધા છે.

(7:43 pm IST)