મુખ્ય સમાચાર
News of Tuesday, 29th January 2019

મોદીને ભેટમાં મળેલી લાકડાની બાઈકના ૫ લાખ ઉપજ્યા

૫ હજારની તલવાર એક લાખમાં વેચાઈ : ૩૧ જાન્યુ. સુધી ચાલશે હરાજી

નવી દિલ્હી તા. ૨૯ : છેલ્લા પાંચ વર્ષોમાં વિવિધ મોકા પર પીએમ મોદીને મળેલી ભેટોની નીલામી હાલમાં દિલ્હીમાં ચાલી રહેલી છે. આ નિલામીનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય છે. નિલામીમાં એક લાકડાનું બાઈક અને એક પેઇન્ટિંગ પાંચ-પાંચ લાખ રૂપિયામાં વેચાયુ.આ બન્નેની શરૂઆતી કિંમત અંદાજે ૪૫ હજાર અને ૫૦ હજાર હતી.

સરકારે પીએમને મળેલા આ ભેટની નીલામીથી મળતી રકમને નમામિ ગંગે પરિયોજનામાં આપવાની યોજના બનવામાં આવી છે. આ નીલામી ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે.૨૯ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી બચેલી વસ્તુઓની ઈ-નીલામી થશે. નિલામીમાં સ્વર્ણ મંદિરનું પ્રતીક ત્રણ લાખમાં વેચાયુ. જયારે તેની શરૂઆતી કિંમત દસ હજાર હતી. સ્વચ્છ ભારત અભિયાનનું સ્મૃતિ ચિન્હ અને દક્ષેશ્વરા મંદિરનું પ્રતીક પણ ઉંચી કિંમતે વેચાયુ. ૧૫૦૦ રૂપિયાની શરૂઆતી કિંમત વળી અષ્ટ મંગલમની ફોટોફ્રેમ ૨૮ હજાર રૂપિયામાં ૧૦ હજાર રૂપિયાની મહાત્મા બસવેશ્વરની મૂર્તિ ૭૦ હજારમાં અને ૫ હજાર રૂપિયાની કિંમતની જ ધાતુની તલવાર એક લાખમાં વેચાઈ.

પ્રસ્થાન દિવસે શિવાજીની હજાર રૂપિયાની મૂર્તિ ૨૨ હજારમાં વેચાઈ હતી.આ ઉપરાંત રવિવારે થયેલી નિલામીમાં ગૌતમ બુદ્ઘની પ્રતિમા, કેટલાક ચિત્ર, ફોટો, પીએમ મોદીની પેઇન્ટિંગ અને ગૌમુખીની ૩જી પેઇન્ટિંગ જેવી પેઇન્ટિંગ વેચાય હતી.

(11:34 am IST)