મુખ્ય સમાચાર
News of Monday, 28th December 2020

સોનભદ્રનું ચૂર્ણ દેશના લોકોની પાચનશકિત દુરસ્ત કરશે

હરડે, બહેરા અને આમળાના ઔષધીય ગુણો અનેક રોગમાં ફાયદાકારકઃ આદીવાસીઓ-વનવાસીઓની આવક વધશે

સોનભદ્રઃ યુપીમાં સોનભદ્રના આમલા, હૈરા અને બહેરાનુ઼ આર્યુવેદીક ચુર્ણ હવે આખા દેશમાં લોકોના હાજમો દુરસ્ત કરશે. આદિવાસી બાહુલ્ય સોનભદ્રનું ચુર્ણ અને મશહુર ઔષધીય ગુણોવાળા ઉત્પાદ લખનૌ અને પુરા પ્રદેશની સાથે જ દિલ્હી, ઉતરાખંડ સહીત દેશના બીજા ભાગોમાં મોકલાશે. જે રાષ્ટ્રીય આજીવીકા મીશન દ્વારા થશે.

મિશન  સાથે જોડાયેલ મહિલાઓ આ  ચુર્ણ અને બીજા ઔષધીય ગુણોવાળી વસ્તુઓ તૈયાર કરી પેકીંગ કરશે. એક ખાનગી કંપની સાથે કરાર પણ કરી લેવાયો છે. એકાદ અઠવાડીયામાં આ વસ્તુઓ દેશના બીજા ભાગોમાં જવા લાગશે.

સોનભદ્ર યુપીનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જીલ્લો છે. અહીં એક મોટી જનસંખ્યા આદિવાસી અને વનવાસીઓની છે. મોટા ભાગે તેમનું જીવન અને રોજી-રોટી વનો અને વનોપજ તથા જડીબુટીઓથી જ ચાલે છે. અહીંના આદિવાસી અને વનવાસી વનોપજી ભેગી કરી તેમના ઉત્પાદન અને બીજી વસ્તુઓ બનાવી સ્થાનીક બજારમાં વેચે છે. આ ઉત્પાદકો એકદમ સસ્તા અને ગુણકારી હોય છે તેમ છતાં તેને યોગ્ય ભાવ મળતા નથી.

હવે અહીં વનોપજી અને ઉત્પાદોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સારો ભાવ અપાવવા માટે રાષ્ટ્રીય આજીવિકા મિશન આગળ આવ્યું છે. જેથી આદિવાસી અને વનવાસીઓ માટે રોજગારની તકો વધે ઉપરાંત ઝાડ, મકાન, તલ, હળદર વગેરે પણ બહાર મોકલાશે.

સ્થાનીક ઉત્પાદન બહાર મોકલવાના ઓર્ડર મળવાથી મિશન સાથે  જોડાયેલ મહિલાઓ એકદમ ખુશ છે. મિથીલેશ પાંડેના જણાવ્યા મુજબ એક કવીંટલ મકાઇ, પ૦-પ૦ કિલો તલ અને મગફળી તથા ર૦૦ ઝાડુ સાથે વનોપજી મોકલવાના ઓર્ડર ઉપર કામ ચાલુ છે. અસનહર ગામની મહિલાઓએ પેકિંગનું કામ શરૂ કરી દીધું છે.

આજીવિકા મિશન સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા બનાવાયેલ સામગ્રી એક કંપની દ્વારા મોકલવાશે. આ કંપની સોનભદ્રની બહાર વનોપજી લઇ જશે. જે ભેગુ કરવા માટે મહિલા સમુહોને જવાબદારી અપાઇ છે. બભની બ્લોક ક્ષેત્રેમાંથી ૧પ સમુહો નકકી કરાયા છે. હર્રા, બહેરા, આલમ ચૂર્ણ અહીંથી મોકલવાશે. વન અને ખનીજ સંપદાથી સંપન્ન સોનભદ્રના જંગલોમાં એક થી એક ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓની ભરમાર છે. અહીંના આદિવાસીઓ વનવાસીઓ તેનાથી સારી રીતે પરિચિત છે. અહીં જંગલ વધુ હોવાથી હરૈ, બહેરા અને આંબળા મોટી માત્રામાં છે.

શું છે ચૂર્ણની ખાસીયત

સોનભદ્રમાં હરડે, બહેરા અને આમળા ચૂર્ણ હાઝમો દુરસ્ત કરવામાં ઉપયોગમાં લેવાય છે. આ ત્રણ એવા ગુણોથી ભરેલું હોય છે જે પેટ માટે લાભકારી છે. ત્રણ વસ્તુને ભેગી કરી ઔષધીય રૂપે ઉપયોગ કરાય છે. જે હૃદયરોગ, હાઇબ્લડપ્રેસર, શુગર, નેત્રરોગ અને પેટના વિકારને ખતમ કરે છે તેમ આયુષ ચિકિત્સક ડો. વિનોદે જણાવેલ આ ત્રણેય વસ્તુ હરડે, આમળા અને બહેરાના સંયોજનને ત્રિફળા કહે છે.

(3:01 pm IST)