મુખ્ય સમાચાર
News of Monday, 28th December 2020

દેશમાં હાયપરલૂપ ટેકનિકની ટ્રેન દોડશે જે બુલેટ ટ્રેનથી પણ વધુ ઝડપે દોડશે

સૌથી પહેલો પ્રોજેકટ મુંબઈ-પુણે વચ્ચે શરૂ થવાની શકયતા, ત્યારબાદ અન્ય ૩ શહેરોમાં આ ટ્રેન દોડશે

નવી દિલ્હીઃ કલાકોની સફર હવે મિનિટોમાં પાર થવાની છે. મુંબઈથી પુણે વચ્ચે ૧૫૦ કી.મીનું અંતર છે હવે આ અંતર ૩૫ જ મિનિટમાં કાપી શકાશે. દુનિયામાં સૌથીઝડપી પરિવહન ટેકિનક હાઇપરલુપ વન માટે અત્યારે સંશોધન થઈ રહ્યું છે. આ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. અધ્યયન સફળ ગયું અને બધુ બરાબર ચાલ્યું તો દેશના કુલ ચાર રાજયો મહારાષ્ટ્ર, આંદ્રપ્રદેશ, બેંગલોર, અને પંજાબમાં હાયપરલૂપ ટ્રેન દોડતી નજરે આવશે. દુનિયામાં હજૂ સુધી આવી ટ્રેન કયાય નથી. આ ટ્રેનની ગતિ બુલેટ ટ્રેનથી પણ વધુ હશે, અને વિમાન કરતાં બમણી ગતિ રહેશે.

નીતિ આયોગે આ પેનલની રચના કરી છે. આ પેનલમાં ચેરમેન દિલ્હી મેટ્રો ટ્રેનના પ્રબંધ નિદેશક, આઈઆઇટી દિલ્હીના નિદેશક સામેલ છે. પેનલ હાયપરલૂપ ટેકનોલોજિ અને વ્યવસાયિક દ્રષ્ટિની સાથે સુરક્ષા પ્રમાણ ઉપર પણ અધ્યયન કરવામાં આવશે. આ પેનલ ૬ મહિનામાં આ રિપોર્ટ રજૂ કરશે.  ૨૦૧૯માં મહારાષ્ટ્ર સરકારે મુંબઈથી પુણે વચ્ચે હાયપરલૂપ પ્રોજેકટ તૈયાર કરવાની પરવાનગી વર્જીન કંપનીને આપી દીધી હતી. અઢી વર્ષમાં પૂરો થવાનો આ પ્રોજેકટ ૧૧.૮ કી.મી લાંબા રસ્તાનું પહેલા ચરણમાં અને ૧૯ અરબ ડોલરનો ખર્ચ થયો છે.

 સમગ્ર વિશ્વમાં શા માટે થાય છે ચર્ચા?

અંદાજે એક મહિના પહેલા વર્જીન હાયપરલૂપ કંપનીએ માણસ સાથે આ ટ્રેન ચલાવવાનો પ્રયોગ કર્યો હતો. અને આ પ્રયોગ લાસ્વેગાસમાં થયો હતો. આ પરીક્ષણમાં સફળતા મળતાની સાથે જ વિશ્વ આખામાં આ ટેકનિકની ચર્ચા થવા લાગી છે.   

અમેરીકાની કંપની સાથે થયો કરાર

અમેરિકાની વર્જીન કંપની સાથે કરાર થયો છે જે અંતર્ગત સરકારને ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ પહેલા જ રજૂ કરી દેવામાં આવ્યો છે. ટ્રેન બનવાની શરૂઆત થશે ત્યારબાદ અનંતપુરા- અમરાવતી-વિજયવાડા-વિશાખાપટનમને લિન્ક કરવામાં આવશે, હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને વર્જીન હાયપરલૂપ સાથે કોન્ટ્રાકટ થયો છે.

 હાયપરલૂપ ટેકનોલોજી શું છે?

 ૧૨૦૦ કી.મી પ્રતિકલાકથી વધુ ઝડપે ચાલવાની ક્ષમતા

 આ ટ્રેન વેકયૂમ પાઈપમાં ઈલેકટ્રોનિક ચુંબકથી હવામાં તરતી ચાલે.

 આ ટ્રેનમાં પૈડાં નથી હોતા કેપ્સ્યુલ જેવી ચુંબકીય ટ્રેન હોય છે.

 આ ટેકનિકની ટ્રેનમાં કોઈપણ પ્રકારના ઈંધનવાલા એંજિનની જરૂર નથી પડતી.

 વીજળીનો ખર્ચ પણ ઓછો આવે છે, અને પ્રદૂષણ પણ ઓછું થાય છે.

૨૦૧૪માં એલન મસ્ક વર્જીન હાયપરલૂપ કંપનીની સ્થાપના થઈ છે.

 આ ટ્રેનમાં બેસવાથી કોઈપણ જાતના ઝટકા નથી લગતા જેનું કારણ આ ટેકનિકમાં રહેલા પોડ્સ છે.

 વર્જીન હાયપરલૂપ, હાયપરલૂપ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી, એરિવો, હર્ડ્ટ હાયપરલૂપ જેવી કંપનીઓ આ ટેકિનક સાથે કામ કરે છે.

(2:56 pm IST)