News of Wednesday, 14th November 2018
પંજાબ- જમ્મુ સરહદે ઇનોવા કાર પડાવી ચારશંકાસ્પદ ફરાર :પોલીસ-સુરક્ષા એજન્સી સતર્ક
સિલ્વર કલરની ઇનોવા લઈને પઠાનકોટ રસ્તે ભાગ્યા
નવી દિલ્હી : પંજાબ જમ્મુ સરહદેથી ચાર શખ્સોએ ભાડે કરેલી એક ઇનોવા કાર લઇ ફરાર થઇ ગયા છે. સિલ્વર કલરની આ કાર સાથે ફરાર થયેલા શખ્સોની હાલત શંકાસ્પદ હોવાની વાત સામે આવતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને આ શખ્સોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પંજાબ જમ્મુ માઘોપુર સરહદે આ ચાર શંકાસ્પદ શખ્સો દેખાયા હતા. JK 02AW 0922 નંબરની ઇનોવા કાર ભાડે કરી આ શખ્સો પઠાણકોટ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં આ શખ્સોને આ કાર પડાવી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. કહેવાય છે કે, આ શખ્સો પઠાણકોટના રસ્તે આગળ ભાગ્યા છે. જે કાર લઇ શંકાસ્પદો ફરાર થયા છે એ સિલ્વર રંગની છે.
(2:04 pm IST)