મુખ્ય સમાચાર
News of Monday, 20th August 2018

મોબ લીચિંગ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજસ્થાન સરકારને એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ

અલવરમાં મોબ લિંન્ચિંગની ઘટના બાદ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરવામાં આવી હતી.

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે મોબ લિન્ચિગ મામલે રાજસ્થાન સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. રાજસ્થાનના અલવરમાં મોબ લિંન્ચિંગની ઘટના બાદ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરવામાં આવી હતી.

  સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે, રાજસ્થાન સરકાર એક સપ્તાહમાં મોબ લિંન્ચિગ મામલે રિપોર્ટ જમા કરાવે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી 30મી ઓગસ્ટના રોજ કરવાનું કોર્ટે ઠેરવ્યુ છે.

  બીજી તરફ સુપ્રીમ કોર્ટે દેશ તમામ રાજ્યોને મોબ લિંન્ચિગ મામલે રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થનના અલવરમાં ગૌતસ્કરીની આશંકાના આધારે એક શખ્સની માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ મોબ લિંન્ચિગ મામલે તહસીન પુનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

(12:33 pm IST)