મુખ્ય સમાચાર
News of Monday, 20th August 2018

સીબીએસઈ પરીક્ષાના નિયમોમાં મોટા ફેરફાર :ધો,10 અને 12માં મોડી એન્ટ્રી પર મુકાશે પ્રતિબંધ

નવી દિલ્હી: સીબીએસસી પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર કરાઈ રહયો છે જેમાં મોડા પહોંચ્યા તો એન્ટ્રી મળશે નહીં. આ માટે CBSEએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામ (JEE), NEET, CAT જેવી એક્ઝામની જેમ સીબીએસઈના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પણ મોડી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકાશે. 

 10.30 વાગે શરૂ થનારી પરીક્ષામાં પરીક્ષાર્થીઓએ 10.15 મિનિટ પર પહોંચવું પડશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ માનવ સંસાધન વિકાસ મંત્રાલય સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ એન્ક્રિપ્ટેડ પ્રશ્નપત્ર અને આ પ્રકારના પગલાનો ઉદ્દેશ્ય પરીક્ષાને વધુ સુરક્ષિત કરવાનો છે. 

અત્યાર સુધી એક્ઝામ સેન્ટર 9.30 વાગે ખુલી જતા હતાં. 10.15 સુધીમાં વિદ્યાર્થીને પેપર અપાઈ જતા હતાં. 15 મિનિટ તેમને પેપર વાંચવા માટે મળતા હતાં. એક્ઝામ 10.30 વાગે શરૂ થતી હતી. માર્ચ એપ્રિલ 2018 સુધી 11 વાગ્યા સુધી લેટ એન્ટ્રીની મંજૂરી હતી. 11.15 સુધી ઈમરજન્સી એન્ટ્રી મળતી હતી. 

(5:42 pm IST)