મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયેલા ભારતના બે સ્ટુડન્ટ્સનું ડૂબી જવાથી કરુણ મોત :ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) યુએસના મિઝોરીના તળાવમાં નહાવા ગયા હતા


હૈદરાબાદ : તેલંગાણાના બે વિદ્યાર્થીઓનું યુએસ રાજ્ય મિઝોરીના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ઉતેજ કુંતા (24) અને શિવા ડી. કેલ્લીગરી (25) ઓઝાર્ક્સના તળાવમાં ડૂબી ગયા અને મળતી માહિતી મુજબ, આ ઘટના 26 નવેમ્બરના રોજ.
બપોરે 2.30 વાગ્યે બની હતી.

મિઝોરી સ્ટેટ હાઈવે પેટ્રોલ (MSHP) વોટર ડિવિઝન એ વિદ્યાર્થીઓના મૃતદેહોને બહાર કાઢ્યા, જેઓ સેન્ટ લુઈસ યુનિવર્સિટીમાં માસ્ટર પ્રોગ્રામ કરી રહ્યા હતા.

બંને મિત્રો થેંક્સગિવીંગ વીકએન્ડ પર સ્વિમિંગ કરવા ગયા હતાજેમનું કરુણ મોત થયું છે. તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે;

 

(8:07 pm IST)