મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

તેલંગણા રાજ્‍યના વારંગલમાં ગળામાં ચોકલેટ ફસાઇ જતા બાળકનું દર્દનાક મોતઃ સ્‍કુલ ટીચરે તાત્‍કાલીક હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઇ જતા રસ્‍તામાં મોત

ઓસ્‍ટ્રેલિયાથી પરત ફરતા બાળકો માટે ચોકલેટ ખરીદી હતીઃ સ્‍કુલે જતા 8 વર્ષના બાળકે ચોકલેટ ખાધા બાદ શ્વાસ રૂંધાઇ ગયો

નવી દિલ્‍હીઃ તેલંગણાના વારંગલમાં 8 વર્ષના બાળકનું ચોકલેટ ખાધા બાદ ગળામાં ફસાઇ જતા મોત નિપજ્‍યુ હતુ. સ્‍કુલ ટીચરને ધ્‍યાને આવતા તાત્‍કાલીક હોસ્‍પિટલમાં દાખલ થાય તે પહેલા જ બાળકને મોતને ભેટયો હતો.

બાળકોને ચોકલેટ અથવા ચોકલેટ ફ્લેવરવાળી ટોફી ખાવી ખૂબ ગમે છે. પરંતુ આ ચોકલેટ એ એક માતા પિતા પાસેથી તેમના ઘરનો કુળ દિપક છીનવી લીધો. બાળકે જેવી ચોકલેટ ખાધી, તે તેના ગળામાં ફસાઇ ગઇ અને શ્વાસ રૂંધવાથી તેનું દર્દનાક મોત થયું. આ ઘટના બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો છે અને માતા પિતા રડી રડીને વિલાપ કરી રહ્યા છે. એવામાં આ જાણવું જરૂરી છે કે આવી ઘટના સર્જાતા આપણે શું કરવું જોઇએ, જેનાથી બાળકનો જીવને કોઇ નુકસાન ન થાય. 

તેલંગાણાના વારંગલ જિલ્લામાં સર્જાઇ ઘટના

અમારી સહયોગી વેબસાઇટ 'DNA'ના અનુસાર આ દુખદ ઘટના તેલંગાણાના શહેર વારંગલમાં થઇ. રાજસ્થાન નજીક લગભગ 20 વર્ષ વારંગલ જઇને વસેલા કંઘન સિંહ ત્યાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને 4 બાળકો હતા. તે વિદેશ યાત્રા માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા, ત્યાં પરત ફર્યા બાદ કંઘન સિંહે પોતાના બાળક માટે ચોકલેટ ખરીદી હતી અને તેને આપી હતી. સેકન્ડ ક્લાસમાં અભ્યાસ કરતો પુત્ર સંદીપ સિંહ (8 વર્ષ) એ સ્કૂલમાં તે ચોકલેટ ખાધી તો તે તેના ગળામાં ફસાઇ ગઇ. 

ગળામાં ચોકલેટ ફસાઇ જવાથી બાળકનું મોત

તેના લીધે તેને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને તડપતાં જોઇ સાથે અભ્યાસ કરનાર બાળક ડરી ગયા. ક્લાસ ટીચરે જ્યારે બાળકની સ્થિતિ જોઇ તો તાત્કાલિક સ્કૂલ મેનેજમેન્ટને અવગત કર્યા, ત્યારબાદ બાળકને નજીકના સરકારી MGH હોસ્પિટલમાં લઇ જવાયો, ત્યાં પહોંચે તે પહેલાં બાળક બેભાન થઇ ગયો હતો અને તેના શ્વાસ પણ બંધ થઇ ગયા હતા. ડોક્ટરોએ બાળકને બચાવવાનો પુરતો પ્રયત્ન કર્યો પરંતુ તેનું દુખદ મોત થઇ ગયું. આ ઘટનાથી બાળકના પરિવાર સાથે જ સ્કૂલમાં માતમ છવાઇ ગયો. 

કેમ થાય છે ગળું ચોક થવાની ઘટનાઓ?

ગળામાં ખાવાની અને શ્વાસ લેવાની નળી એક જ હોય છે. એટલા માટે કોઇપણ વસ્તુને ચાવી ચાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે ગળામાં ફસાય ન જાય. ચોકલેટ, ટોફી, ચ્યુંગમ અથવા એવી ઘણી ચિકણી વસ્તુને ખાતા અને તેને ચાવવી મુશ્કેલ હોય છે. એવામાં તે ગળામાં ફસાવવી અને ગળુ ચોક થવાનો ખતરો વધી જાય છે. એવામાં શરીરને મળનાર ઓક્સિજનની સપ્લાય અટકી જાય છે અને પીડિતનું થોડીવારમાં જ મોત થઇ જાય છે. 

ગળામાં વસ્તુ ફસાઇ જાય તો શું કરશો? 

- હેલ્થ એક્સપર્ટોના અનુસાર જો તમે એડલ્ટ છો અને કંઇક ખાતા ખાતા તમારું ગળું અચાનક ચોક થઇ જાય તો તાત્કાલિક જોર જોર ખાંસી ખાવ. આમ કરવાથી ગળામાં ફસાયેલી વસ્તુ અંદર જતી રહે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ વધી જાય છે તો તાત્કાલિક કોઇને ઇશારો કરીને જોર જોરથી પીઠ પર મારવાના સંકેત આપો. આમ કરવાથી ગળામાં અટકેલી વસ્તુ અંદર જતી રહેશે. 

- જો તમારી સામે કોઇનું ગળું ચોક થઇ ગયું હોય અને શ્વાસ રૂધાતા તેની આંખોમાંથી આંસૂ આવવા લાગે છે તો તાત્કાલિક કમર પર જોર જોરથી મારો. આમ કરવાથી આરામ ન થાય તો પીડિત વ્યક્તિને કહો કે આગળ વળીને મોંઢું થોડુ નીચે કરી લે. ત્યારબાદ એક હાથ તેની છાતી પર રાખો અને બીજો હાથ કમર પર જોર જોરથી મારો. આમ કરવાથી ગળામાં અટકેલી વસ્તુ મોંઢા વાટે બહાર આવી જાય છે. 

પેટ દબાવવાથી થઇ શકે છે બચાવ

આ ઉપાયોથી પણ રાહત ન થાય તો એડલ્ટ વ્યક્તિના પેટને જોર જોરથી દબાઓ. આમ કરવાથી ગળામાં ફસાયેલી વસ્તુ બહાર નિકળી આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલાઓ અને 1 વર્ષથી ઉપરના બાળકો પર આ ટ્રિકનો ઉપયોગ ન કરો. 

- જે વ્યક્તિને ગૂંગળામણ થઇ રહી છે, તેને પાછળ તમે રહો.

- તમારા હાથને તેની કમર રાખીને તેને આગળ તરફ નમાવો.

- એક મુઠ્ઠી બનાવો અને તેને તેની નાભિની ઉપર રાખો. 

- તમારા બીજા હાથને તમારી મુઠ્ઠીની ઉપર રાખો અને અંદર અને ઉપરની તરફ ખેંચો. 

- આ કામને 5 વાખ કરો અને પછી પુનરાવર્તિત કરો. 

જો પીઠ અને પેટ પર દબાણ કરવા છતાં પણ ચોક થયેલું ગળું ન ખુલે તો તાત્કાલિક પીડિતને નજીકના હોસ્પિટલ લઇ જાવ. આમ કરવાથી તેનો જીવ બચી જશે. 

જો બાળકને ગૂંગળામણ થાય છે તો?

જો કોઇપણ વસ્તુ મોંઢામાં નાખવાથી બાળકનું ગળુ ચોક થઇ જાય તો તમે તાત્કાલિક તેનું મોઢું ખોલાવો. જો તમે ગળામાં ફસાયેલી વસ્તુને સ્પષ્ટ દેખાઇ રહી છે તો મોંઢામાં આંગળી નાખીને તેને નિકાળવાનો પ્રયત્ન કરો. પરંતુ ગળામાં ફસાયેલી વસ્તુ દેખાઇ રહી નથી તો આવી ભૂલ કરશો નહી. નહીતર વસ્તુ વધુ ફસાઇ જશે. 

(4:56 pm IST)