મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

ટુંક સમયમાં કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાનો બીજો તબક્કો શરૂ કરાશેઃ કરોડો બેંક ખાતા ધારકોને લાભ થશે

47 કરોડ ગ્રાહકોએ ખાતા ખોલાવ્‍યાઃ બીજા તબક્કામાં તમામ ખાતા ધારકોને આવરી લેવાશે

નવી દિલ્‍હીઃ પ્રધાનમંત્રી જનધન યોજનાના બીજા તબક્કામાં સરકારનું ધ્‍યાન બેંક ખાતા ધારકોનું નાણાકીય સંપત્તિ સાથે જોડવા પર રહેશે. સરકારના આ નિર્ણયથી રોકાણકારોને મોટો ફાયદો થશે.

જનધન ખાતા ધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)નો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. દેશના કરોડો ગ્રાહકોને તેનો લાભ મળશે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાના બીજા તબક્કામાં સરકારનું ધ્યાન બેંક ખાતાધારકોને નાણાકીય સંપત્તિ સાથે જોડવા પર રહેશે. આ સ્કીમ બેંકથી અલગ હશે. હાલમાં આ સ્કીમ માટે સેબી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.

પીએમ જન ધન યોજનાના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં સરકારે 47 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા છે. આ ખાતાઓમાં લગભગ 1.75 લાખ કરોડ રૂપિયા જમા છે. તમને જણાવી દઈએ કે સરકાર આ પૈસાને નાણાકીય સંપત્તિ સાથે જોડવા માંગે છે.

સરકારના આ નિર્ણયથી રોકાણકારોને મોટો ફાયદો થશે. આ સાથે રોકાણ માટે પ્રોત્સાહન પણ મળશે. આવનારા સમયમાં સરકાર જનધન ખાતાધારકોને રોકાણ કરવા માટે પ્રેરિત કરશે.

હાલમાં આ નિર્ણયને લઈને નાણાકીય સેવા વિભાગ, સેબી અને આરબીઆઈ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકારની યોજના નવી યોજના દ્વારા સામાન્ય લોકોને રોકાણ સાથે જોડવાની છે. જનધન ખાતા ધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)નો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. દેશના કરોડો ગ્રાહકોને તેનો લાભ મળશે.

(4:56 pm IST)