ઝારખંડમાં ટ્રક અને હાઈવા વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ આગ ભભૂકી : ટ્રક ચાલક અને હેલ્પર બળીને ભડથું
લિટ્ટીપાડાના સિમલોંગ ઓપી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સાહેબગંજ-ગોવિંદપુર મુખ્ય માર્ગ પર કદવા ગામ પાસેભયંકર અકસ્માત
ઝારખંડના પાકુડમાં ટ્રક અને હાઈવા અથડાયા હતા. આ દર્દનાક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. હજુ એક મૃત્યુની પુષ્ટિ થઈ નથી. મૃત્યુઆંક પણ વધી શકે છે. અથડામણ બાદ બંને ટ્રકમાં આગ લાગી હતી અને ટ્રક ચાલક અને હેલ્પરના જીવ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે અંદર મૃતદેહો બળીને રાખ થઈ ગયા હતા.
આ ઘટના લિટ્ટીપાડાના સિમલોંગ ઓપી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સાહેબગંજ-ગોવિંદપુર મુખ્ય માર્ગ પર કદવા ગામ પાસે બની હતી. શુક્રવારે રાત્રે બે ટ્રકો વચ્ચે સામસામે અથડાવાને કારણે બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે વાહન ચાલકોને બચવાની તક પણ મળી ન હતી. જેથી ટ્રકના ચાલક ખલાસી સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
માહિતી મળતા જ લિટ્ટીપાડા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક કુમાર રાય ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્યમાં લાગી ગયા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા. મૃતકોની ઓળખ થઈ નથી.