મુખ્ય સમાચાર
News of Sunday, 28th November 2021

વડાપ્રધાન મોદી કરશે 'મન કી બાત': સવારે 11 કલાકે પ્રસારિત:કાર્યક્રમનો 83મો એપિસોડ

પીએમ મોદી 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચાર શેર કરશે

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદી રવિવારે એટલે કે 28 ઓક્ટોબરના રોજ 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચાર શેર કરશે. પીએમ મોદીનો આ ખાસ કાર્યક્રમ સવારે 11 કલાકે પ્રસારિત કરવામાં આવશે. આ 'મન કી બાત' કાર્યક્રમનો 83મો એપિસોડ હશે.

આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) અને દૂરદર્શનના તમામ નેટવર્ક, મોબાઈલ એપ, ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને ટ્વિટર પર પણ સાંભળી શકાય છે.

વડાપ્રધાનના પ્રસારણ પછી તરત જ ઓલ ઈન્ડિયા રેડિયોના સંલગ્ન કેન્દ્રોમાંથી પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું ભાષાંતર કરવામાં આવશે. મન કી બાત ફરીથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે.

વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ માટે લોકોને તેમના મંતવ્યો અને સૂચનો આપવા જણાવ્યું હતું. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓ આ મહિનાના 'મન કી બાત' કાર્યક્રમ માટે સંભવિત વિષયો પર લોકો પાસેથી સૂચનો ઈચ્છે છે. તેમણે MyGov, NaMo એપ્લિકેશન પર સૂચનો મોકલવા અથવા તમારા સંદેશાઓ રેકોર્ડ કરવા વિનંતી કરી હતી.

લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરી હિન્દી અથવા અંગ્રેજીમાં સંદેશ રેકોર્ડ કરાવી શકતા હતા. શુક્રવાર સુધી ફોન લાઇન ખુલ્લી હતી. તેમાંના કેટલાક સંદેશાઓ મન કી બાત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને એસએમએસ દ્વારા મળેલી લિંક પરથી સીધા વડાપ્રધાનને સૂચનો પણ મોકલી શકાય છે.

(12:43 am IST)