મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

અફઘાનિસ્તાનમાંથી આવતી ડુંગળી વાઘા બોર્ડરે સડી રહી છે

પાડોશી પાકિસ્તાનની અવચંડાઈ યથાવત : જૂનમાં નિકાસની લીલીઝંડી આપી હતી પણ હાલમાં માત્ર ૩૦ ટકા ટ્રકોને પ્રોસેસ કરતા હોવાનો અફઘાનનો દાવો

નવી દિલ્હી, તા. ૨૮ : દેશમાં ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે. આવામાં દેશમાં ડુંગળીની અછત દૂર કરવા માટે સરકાર અફઘાનિસ્તાનથી આયાત કરી રહી છે, પરંતુ પાકિસ્તાન તેમાં અવળચંડાઈ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના વેપારીઓનો આરોપ છે કે પાકિસ્તાનની કારસ્તાનીના કારણે ભારત માટે મોકલાયેલી ડુંગળીઓ વાઘા બોર્ડર પર સડી રહી છે. પાકિસ્તાન એવો તર્ક રજૂ કરીને ભારત અને અફઘાનિસ્તાનના વેપારનો વિરોધ કરતું રહ્યું છે કે આમ થવાથી તેના અફઘાનિસ્તાન સાથેના સંબંધોમાં અસર પડશે.

જૂનમાં પાકિસ્તાને વાઘા બોર્ડરથી નિકાસની મંજૂરી આપી હતી. કોરોનાના કારણે માર્ચમાં અફઘાનિસ્તાનથી ભારતને વાઘા સરહદ દ્વારા નિર્યાતમાં તકલીફ પડી હતી. પાકિસ્તાનનો દાવો છે કે તે પાકિસ્તાનની સાથે તમામ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે કૃતસંકલ્પ છે. પરંતુ અફઘાનિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (એસીસીઆઈ)એ કાબુલમાં વેપારીઓ પાસેથી ફરિયાદ મળી છે. તેમનું કહેવું છે કે ભારત આવનારી ૭૦ ટકા ડુંગળી વાઘા સરહદ પર સડી રહી છે. માત્ર ૩૦ ટકા ટ્રકોની જ રોજ પ્રોસેસ કરવામાં આવે છે. એક સૂત્રનું કહેવું છે કે સરહદ પર પુરતા પ્રમાણમાં સ્કેનર નથી. પાકિસ્તાનના અધિકારી સામાનને નાની બેગમાં રાખવા માટે ભાર આપે છે, જેનાથી વેપારીઓનો ખર્ચ વધી રહ્યો છે અને પ્રોસેસિંગમાં મોડું થઈ રહ્યું છે. છઝ્રઝ્રૈંએ ચેતવણી આપી છે કે જો આ જ સ્થિતિ રહી તો દ્વિપક્ષીય વેપાર પર તેની અસર પડી શકે છે.

૨૦૧૦ના ટ્રાન્જિસ્ટ ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ પાકિસ્તાને અફઘાનિસ્તાન દ્વારા ભારતને નિકાસની મંજૂરી આપી હતી પરંતુ ભારતથી આયાત ના કરી શકે. પાકિસ્તાન આ રસ્તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ પણ દ્વિપક્ષીય વ્યવહારનો વિરોધ કરતું રહ્યું છે. તેનું કહેવું છે કે તેના કારણે અફઘાનિસ્તાન સાથેનો પોતાનો વેપાર સંબંધ પ્રભાવિત થશે.

(8:59 pm IST)