મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝીટીવ :ટ્વિટ કરી આપી જાણકારી

બિહારના સ્ટાર પ્રચારક અને ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા : સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો ટેસ્ટ કરાવી લેવા જણાવ્યુ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમણે આ અંગે ગુરૂવારે ટ્વીટ કરી જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો ટેસ્ટ કરાવી લેવા જણાવ્યુ છે

   બિહારમાં સ્મૃતિ ઈરાની ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પણ જોડાયા હતા. ચૂંટણી પ્રચારમાં તેમણે જોરદાર પ્રહારો કરતા પણ જોવા મળ્યા હતા. બિહારમાં પ્રચારની સાથે સાથે હાલમાં તેઓ ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને પણ પ્રચાર કરવા આવ્યા હતા. ભાજપના સ્ટાર પ્રચારકોમાં સીનીયર નેતા શાહનવાઝ હુસૈન પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યાર બાદ તેમને પણ ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવ્યા છે. શાહનવાઝ હુસૈને ખુદ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.

(7:15 pm IST)