મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

થાઇરોકેર લેબોરેટરીની સ્પષ્ટ વાતથી મોટો ખળભળાટ સર્જાશે: સરકાર કોરોના ટેસ્ટિંગ ઉપર નિયંત્રણ કરી રહેલ છે: સેમ્પલો એકત્ર નહીં કરવા કહે છે: ચોક્કસ રાજ્યના આંકડાઓ ઓછા બતાવવા દબાણ લાવે છે

ન્યુઝફર્સ્ટ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ દેશની ટોચની, બ્લડ ટેસ્ટ સહિતના ટેસ્ટ કરનાર થાઇરોકેર કંપનીના મેનેજમેન્ટે આજે એક ન્યુઝ ચેનલને આપેલી  મુલાકાતમાં જણાવ્યું હતું કે (૧)કોરોના અંગેના પરીક્ષણોની સંખ્યા દિવસના  ૭૦૦૦ થી ઘટીને પ્રતિદિન ૨,૫૦૦ થઈ ગયેલ છે. (૨) સરકાર કોરોના ટેસ્ટિંગ કંટ્રોલ-નિયંત્રિત કરી રહી છે અને અમને સેમ્પલ એકત્ર નહીં કરવા જણાવે છે. (૩) એક ચોક્કસ રાજ્ય માટે અમારા ઉપર દબાણ થઈ રહ્યું છે કે, બીજા રાજ્યો કરતા કોવિદના આંકડાઓ, આ રાજ્ય માટે ઓછા દર્શાવવા.. થાઇરોકેર લેબોરેટરીની આ વિગતો મોટી ધમાચકડી સર્જશે છે તેમ માનવામાં આવે છે.

(4:56 pm IST)