બાકી રહ્યા હતા તો ફટાકડા પણ ઓનલાઇન !! : ૫૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ
નવી દિલ્હીઃ દિવાળી એટલે આપણા બધા માટે ઉત્સાહનો તહેવાર. બાળકો માટે ફટાકડા ફોડવાનો તહેવાર પરંતુ જેમ જેમ મોંદ્યવારી વધી રહી છે તેમ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. તે જ રીતે ફટાકડાના ભાવ પણ આસમાને છે.
દરેક જગ્યાએ હવે ડિસ્કાઉન્ટ મળે છે અને આપણે પણ ડિસ્કાઉન્ટવાળી જગ્યાએથી વસ્તુઓ ખરીદવા માટે ટેવાઇ ગયા છીએ. ત્યારે હવે ફટાકડા પણ કેટલીક એપ્સ પર ડિસ્કાઉન્ટમાં મળી રહ્યાં છે.
જો તમે કયારેય પણ ફટાકડાની ખરીદી ઓનલાઇન નથી કરી તો ગૂગલની મદદ લો અને તેમાં Diwali crackers online સર્ચ કરો. બાદમાં અલગ અલગ વેબસાઇટ જોવા મળશે જેમકે vcrackers, goodwillfireworks, patakewala, rathnaafireworks, cockbrand, shopcrackersonline, sonyfirework, sivakasipataka, festivezone.
કોઇ પણ વેબસાઇટ પરથી તમે ફટાકડાની ખરીદી કરી શકશો. તમારે જોવાનુ રહેશે કે તમારા લોકેશન પર ડિલીવરી થાય છે કે કેમ. કારણકે ઘણી વાર કેટલીક વેબસાઇટ લોકેશન પર ડિલીવરી આપતી નથી. ફટાકડાનું વેચાણ કરતી લગભગ બધી જ વેબસાઇટ પર ૫૦ ટકા કરતા વધારે ડિસ્કાઉન્ટ મળી જ રહ્યું છે. તેની MRP કરતા અડધી કિંમતે વેચાઇ રહ્યાં છે.