મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

આ વર્ષે ખરીદીમાં લોકલ ફોર વોકલ ફેકટર કરશે કામ

દિવાળીની રોનક સ્થાનિક કારીગરોને રોજગાર આપીને થાય તે વધુ હિતાવહ

નવી દિલ્હી, તા. ર૮ : દેશભરમાં નવરાત્રિ પૂરી થયા બાદ લોકો દિવાળીની ખરીદી શરૂ કરી દેતા હોય છે, ભારતમાં દિવાળીનો તહેવાર  વર્ષનો સૌથી મોટો તહેવાર માનવમાં આવે છે ત્યારે લોકો જુદી જુદી વસ્તુઓની ખરીદી કરતાં હોય છે ત્યારે ખાસ ઇલેકટ્રીક બઝારમાં ગારમેન્ટ બઝાર, મીઠાઇ વગેરે દુકાનોમાં ખાસ ભીડ જોવા મળતી હોય છે.

 આ વર્ષે કોરોનાને લીધે લોકોમાં ખરીદીની ક્ષમતા કેવી રહેશે તે માટે બઝાર વિશ્લેષકો તાળો મંડી રહ્યા છે, આ વર્ષે ખાસ આત્મનિર્ભર ભારત અને  લોકલ ફોર વોકલ મિશનને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરે તેવો અંદાજ માંડવામાં આવી રહ્યો છે, ખાસ સ્વદેશી વસ્તુઓ માટે લોકોનો જુકાવ જોવા મળી શકે તેમ છે. વેપારીઓ પણ આ વર્ષે લોકલ વસ્તુઓનો સ્ટોક પૂરતો રહે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ચીની માલનો બહિસ્કાર લોકો અને વેપારી કરી રહ્યા છે, ખાસ ઇલેકટ્રીક બઝારમાં આ વેવ જોવા મળનાર છે.

બઝારમાં અત્યારે ધીમે ધીમે લોકો ખરીદી કરવા નીકળે છે ત્યારે વિવિધ વસ્તુઓ માટે લોકલ વસ્તુ ખરીદી કરવાનો પ્રયત્ન કરે છે. સ્થાનિક કારીગરોને રોજગારી મળે તે માટે સ્થાનિક લોકોને જ કામ સોપવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને દિવાળીની વસ્તુઓની ખરીદી માટે દિલ્હી, રાજસ્થાન, બિહાહાર, આસામ, છત્ત્।ીસગઢ, પશ્ચિમ બંગાળ, ઉતરપ્રદેશ, અને મહારાસ્ટ્રના કારીગરો કામ કરતાં હોય છે.

(3:06 pm IST)