મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

નવી કહેવત :' વરને કોણ વખાણે ? વરની પત્ની ' : અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં મેલેનીયા ટ્રમ્પએ તેમના પતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક સફળ યોદ્ધા ગણાવ્યા : ટ્રમ્પ દેશપ્રેમી છે : તમારા માટે સંઘર્ષ કરી રહ્યા છે : મેલેનીયા ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર

વોશિંગટન : જૂની કહેવત તો એવી છે કે વરને કોણ વખાણે ? વરની મા . પરંતુ અમેરિકામાં નવી કહેવત સાથે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનીયા ટ્રમ્પ મેદાને પડ્યા છે.

પ્રેસિડન્ટ પદ માટે યોજાનારી ચૂંટણીના પ્રચારમાં ગઈકાલ મંગળવારે મેલેનીયા ટ્રમ્પએ પોતાના પતિના બેફામ વખાણ કાર્ય હતા.તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના લોકોનો આત્મવિશ્વાસ કોરોના કરતા પણ વધુ છે.વર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ તમારા માટે સંઘર્ષ કરી રહ્યા છે.તથા એક સફળ યોદ્ધા તરીકે ઉભરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે ટ્રમ્પ દેશપ્રેમી છે.અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે  સોશિઅલ મીડિયાના માધ્યમથી પ્રેસિડન્ટ વ્યક્તિગત રીતે  લોકોના સંપર્કમાં આવી રહ્યા છે.મેલેનીયાએ કોરોના મહામારીમાં મદદરૂપ થઇ રહેલા તમામ વોરંટીયર્સને આ તકે બિરદાવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)