મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

જર્મનીમાં પણ ૧૧૪૦૯ નવા કેસ સામે આવ્યા

ફ્રાંસમાં કોરોનાની બીજી લહેરથી તબાહીઃ ૨૪ કલાકમાં ૫૨૩ મોતઃ ૩૩૪૧૭ કેસ

લંડન, તા.૨૮: યુરોપના દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે લોકો ફફડી ઉઠયા છે. ફ્રાંસમાં સતત કેસ વધી રહ્યાં છે ૨૪ કલાકમાં ૫૨૩ લોકોના મોત થયા છે અને ૩૩૪૧૭ નવા કેસ સામે આવ્યા છે.

ફ્રાંસમાં અત્યાર સુધી મરનારની સંખ્યા વધીને ૬૫૫૪૧ થઇ છે તો કેસ વધીને ૧,૯૮,૬૯૫ થયા છે.

સરકાર હવે આકરા પગલા લેવા મજબુર બની છે હાલ ૧૮૯૭૮ દર્દી સારવાર લ્યે જે પૈકી ૨૯૧૮ની હાલત ગંભીર છે.

જર્મનીમાં ૨૪ કલાકમાં ૧૧૪૦૯ કેસ આવતા કુલ કેસ ૪,૪૯,૨૭૫ થયા છે.

(11:26 am IST)