મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

ઉત્તરાખંડ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટનો મોટો ઝટકો: ભ્રષ્ટાચાર મામલે CBI તપાસના આદેશ

પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ દાખલ કરી તપાસ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ કેસમાં તપાસ સીબીઆઈને સોંપી છે. હાઈકોર્ટમાં એક પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતાં આ આદેશ કર્યો હતો.

 પત્રકાર વિરુદ્ધ ફરિયાદ થઈ હતી જેમાં કહેવાયું હતું કે પત્રકાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નામ ભ્રષ્ટાચારમાં સંડોવી રહ્યો છે. આ અરજી પર સુનાવણી હાથ ધરી કોર્ટે કહ્યું હતું કે પત્રકાર વિરુદ્ધ દહેરાદુનના એક પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆરને રદ્દ કરી તમામ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવામાં આવે. કોર્ટે પત્રકારની અરજી સ્વીકાર કરતા કહ્યું કે સીએમ પર લાગેલા આરોપ ગંભીર છે. જેની તપાસ થવી જોઈએ અને સત્ય સામે લાવવું જોઈએ. આ રાજ્યના હિતમાં છે. સત્ય સામે આવશે એટલે કોઈ પણ પ્રકારની શંકા રહેશે નહીં

(10:23 am IST)