મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

ભાવને કાબુમાં રાખવા સરકાર એક લાખ ટન ડુંગળી આયાત કરે તેવી શકયતા

અફઘાનિસ્તાન ટૂંક સમયમાં સડક માર્ગે ડુંગળીની નિકાસ શરૂ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી :સરકાર સ્થાનિક સપ્લાયમાં ઘટ અને વધી રહેલા ભાવને રોકવા માટે લગભગ 100,000 ટન ડુંગળીની આયાત કરે તેવી શક્યતા છે, એવું એક અધિકારીએ આજે જણાવ્યું હતું.

 અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર અફઘાનિસ્તાન અને કેટલાક અન્ય દેશોમાંથી આયાત કરી શકે છે કારણ કે ઘરેલું પુરવઠા ઘટી રહ્યો છે. રાજ્યની માલિકીની એજન્સીઓ, મુખ્યત્વે એમએમટીસી, ડુંગળીની આયાત કરી શકે છે. અફઘાનિસ્તાન ટૂંક સમયમાં સડક માર્ગે ડુંગળીની નિકાસ શરૂ કરવાની તૈયારીમાં છે, એવું તેમણે જણાવ્યું હતું.

 છૂટક બજારોમાં ડુંગળી પ્રતિ કિલો 8૦ રૂપિયામાં વેચાઇ રહી છે, અને પુરતા સ્ટોકના અભાવે તેના ભાવ 100 રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, એવુ વેપારીઓએ જણાવ્યું હતું.

 ગત વર્ષે, કેન્દ્ર દ્વારા આયાત કરાયેલ, 36,5૦૦ ટન ડુંગળીનો મોટાભાગનો જથ્થો બંદરો પડી રહ્યો હતો, કારણ કે કેટલાક રાજ્યો ગુણવત્તાની સમસ્યાને કારણે આ ડુંગળી પસંદગી કરતા નહોતા. ભારતીયો લાલ રંગની, તીખી ડુંગળી ઉગાડે છે અને પસંદ કરે છે, જ્યારે આયાત કરેલી જાતો મોટાભાગે સફેદ કે પીળા રંગની હોય છે અને તીખી હોતી નથી.

મુખ્ય નિકાસ અને આયાતના ધોરણોને સરળ બનાવવા ઉપરાંત કેન્દ્રએ આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ લાગુ કર્યો છે અને વેપારીઓની સંગ્રહખોરીને કાબૂમાં રાખવા અને કિંમતો પર લગામ લગાવવા માટે સ્ટોક મર્યાદા લગાવી છે. જે મુજબ હવે જથ્થાબંધ વેપારી વેપારીઓ માટે સ્ટોક લિમિટ 25 ટન અને રિટેલરો માટે 2 ટન નક્કી કરવામાં આવી છે.

નોડલ એજન્સી નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પાસે ફક્ત 25,000 ટન જથ્થો બચ્યો છે,

સરકારી આંકડા મુજબ, 2020-21 (જુલાઈ-જૂન) ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનનો અંદાજ અગાઉના 43 લાખ ટનથી ઘટાડીને 37 લાખ ટન કરવામાં આવ્યો છે, તેવું ગ્રાહક બાબતોના વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.

કૃષિ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ 2019-20 (જુલાઈ-જૂન) સીઝનમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 261 લાખ ટન થવાનો અંદાજ છે.

(10:19 am IST)