મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોનાનો કેસ વધ્યા

છેલ્લા 24 કલાકમાં આ પાંચ રાજ્યોમાં 49.4 ટકા કોરોના કેસ નોંધાયા

નવી દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોના ચેપના કેસોમાં વધારો થયો છે. જો કે, રાહતની વાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ દર નીચે આવી ગયો છે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં એકલા કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાંથી 49.4 ટકા કોરોના કેસ નોંધાયા છે. તહેવારની મોસમ પણ આનું એક મોટું કારણ હોઈ શકે છે. આરોગ્ય સચિવે કહ્યું, આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને અમે આ રાજ્યોની સરકારો સાથે સતત વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોવિડ -19 ના કુલ એક્ટિવ કેસનાં 78 ટકા તો દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ છે.

(12:00 am IST)