મુખ્ય સમાચાર
News of Wednesday, 28th September 2022

પોતાના ડુપ્‍લીકેટ શશીકાંત પેડવાલને મળી અમિતાભ બચ્‍ચન ખીલી ઉઠયા

બીગ બી વેનીટીવેનમાંથી મળવા માટે બહાર આવતાં શશીકાંતે ચરણ સ્‍પર્શ કર્યા

મુંબઇઃ સદીના મહાનાયક અમિતાભ બચ્‍ચનની એક ઝલક નિહાળવા ચાહકો આતુર રહેતાં હોય છે. ત્‍યારે તાજેતરમાં અમિતાભ બચ્‍ચનના ડુપ્‍લીકેટ એવા શશિકાંત પેડવાલએ અમિતાભની મુલાકાત લીધી હતી. શશિકાંતે આ વિડીયો પોતાના સોશિયલ મિડીયા એકાઉન્‍ટ પર પોસ્‍ટ કર્યો છે. તે અમિતાભ બચ્‍ચનને પગે લાગી આશીર્વાદ લેતાં દેખાય છે. અમિતાભની એક ઝલક જોવા તેના કરોડો ચાહકો કલાકો સુધી કતારમાં રહેતાં હોય છે. ત્‍યારે અમિતાભ પોતાના જ હમશકલ શશિકાંતને જોઇ ખીલી ગયા હતાં. તેમણે વેનીટી વેન બહાર આવી શશીકાંત સાથે ફોટો લીધો હતો. શશિકાંત દર્શકો વચ્‍ચે ખુબ જાણીતા છે. તે અમિતાભ જેવા જ દેખાય છે અને સતત ઇંસ્‍ટાગ્રામ, ફેસબૂક પર અમિતાભ બચ્‍ચની સ્‍ટાઇલમાં ગીત, એક્‍ટીંગના રીલ્‍સ પોસ્‍ટ કરી લાખો લાઇક્‍સ મેળવતાં રહે છે. શશીકાંતે કહ્યું હતું કે હું અમિતાભ બચ્‍ચનો ખુબ મોટો ચાહક છું. મેં તેમની તમામ ફિલ્‍મો જોઇ છે. બાળપણથી જ હું તેમનો આશિક બની ગયો હતો. પરિવારજનોની જાણ બહાર હું તેમની ફિલ્‍મો જોવા જતો હતો. મેં તેમની પહેલી ફિલ્‍મ સાત હિન્‍દુસ્‍તાની જોઇ હતી. પણ જંજીર ફિલ્‍મે તેમની જિંદગી બદલી નાંખી હતી. અમિતાભ છેલ્લે રણબીર-આલિયા સાથે બ્રહ્માષામાં જોવા મળ્‍યા છે. હવે રશ્‍મિકા મંદાના સાથેની ફિલ્‍મ ગૂડબાયમાં તે જોવા મળશે. એ પછીની ફિલ્‍મમાં પ્રભાસ અને  દિપીકા પાદુકોણ સાથે જોવા મળશે.

(4:21 pm IST)