મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

ગુજરાત ઉપર વધુ એક વાવાઝોડાનું સંકટ

'ગુલાબ' બાદ હવે 'શાહીન' વાવાઝોડાનો ખતરો

૩૦મીએ અરબીસમુદ્રમાં ડીપડીપ્રેશન બનશેઃ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

 નવી દિલ્હીઃ  ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન 'ગુલાબ' નબળુ પડી ડિપ્રેશનમાં પરીવર્તીત થયું  છે.   તો બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ ઉદભવી રહયું છે. આ વાવાઝોડાનું નામ હશે 'શાહીન' આ નામ કતાર દ્વારા આપવામાં આવ્યું છે જે હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામકરણ માટે સભ્ય દેશોનો એક ભાગ છે.

ચક્રવાત 'ગુલાબ'ને કારણે  ઉત્તર -પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ગુજરાત કિનારે ઉભરી આવે તેવી શક્યતા છે અને ઉત્તર -પૂર્વ અરબી સમુદ્ર ઉપર તે વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.

IMD એ  જણાવ્યું છે કે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ભારે સંભાવના છે. ગંગાના પશ્ચિમ બંગાળ, મરાઠાવાડા અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે.

(3:33 pm IST)