મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

ખેડૂત નેતાની દબંગાઈ : પોલીસે એસયુવી કારને રોકતા DCPના પગ પર ચઢાવી દીધી

પોલીસે વાહન જપ્ત કરી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ કાર્યવાહી શરૂ કરી

બેંગ્લુરુ :ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન અપાયું હતું કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોએ દેશભરમાં સાંજે 4 વાગ્યા સુધી ભારત બંધ કર્યું હતું. ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર સામે ત્રણેય કાયદા પાછા ખેંચવાની માંગ કરવામાં આવી. આ ભારત બંધમાં બેંગાલુરુમાં ખેડૂત નેતાની એસયુવી કાર ડીસીપીના પગ ઉપર ચડી ગઈ હતી.જોકે ત્યાં હાજર અન્ય પોલીસ કર્મીઓએ ડીસીપીનો પગ કારના વ્હીલ નીચેથી ખેંચીને બહાર કાઢ્યો હતો.

બેંગાલુરુમાં બનેલી આ ઘટનામાં ડીસીપી ધર્મેન્દ્ર કુમાર મીણા ઈજાગ્રસ્ત થયા હતા. આ તે સમયે થયું જ્યારે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ડીસીપી અને અન્ય પોલીસકર્મીઓ તુમકુરુ રોડ પર ગોરાગુંટે પાલ્ય જંક્શન પર ડ્યુટી તૈનાત હતા. આ તમામ પોલીસકર્મીઓનું કામ ખેડૂતોને શહેરમાં પ્રવેશતા અટકાવવાનું હતું. જે દરમિયાન એક એસયુવી કાર લઈને ખેડૂત નેતાએ શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઘટનાસ્થળે ઉભેલા પોલીસ અને અન્ય અધિકારીઓએ એસયુવીને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર ન રોકતા ડીસીપી ધર્મેન્દ્ર કુમારના પગ પર ચઢાવી દીધી હતી. ઈજાગ્રસ્ત ડીસીપીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(12:00 am IST)