મુખ્ય સમાચાર
News of Monday, 28th September 2020

ગુજરાતમાં છુટાછેડાના કારણે ૮૪ લોકોએ જીવન લીલા સંકેલી લીધી

દેશમાં ડિવોર્સના કારણે થતી આત્મહત્યામાં ગુજરાત મોખરેઃ રાજકોટમાં સૌથી વધુ ૬, અમદાવાદમાં બે તથા વડોદરા અને સુરતમાં એક-એક આત્મહત્યા

નવી દિલ્હી,તા.૨૮ : સાથે જીવવા-મરવાના સોગંધં સાથે જીવનની નવી ઇનીંગ શરૂ કરનાર દંપતિ કોઇ કારણોસર છુટા પડે છે. ત્યારે બેમાંથી કોઇ એક એટલી હદે તૂટી પડે છે કે તેમને જીંદગી જીવવામાં કોઇ રસ રહેતો નથી અને જીંદગી અંત આણી દે છે. તેના કારણે જ ગુજરાતમાં ડિવોર્સને પગલે થતાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે જાણીને આશ્ચર્ય થશે કે, ડિવોર્સના કારણે થતા આત્મહત્યાની ઘટનાઓમાં ગુજરાત દેશમાં મોખરે છે.  નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ વર્ષ ૨૦૧૯માં જાહેર કરેલા ડેટા પ્રમાણે છુટાછેડાના લીધે થયેલી આત્મહત્યાની ઘટનાઓ ગુજરાતમાં સૌથી વધુ બની છે. સને ૨૦૧૯માં છુટાછેડાના કારણે ગુજરાતમાં ૮૪ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૫૩ પુરૂષો અને ૩૧ મહિલાનો સમાવેશ થયો હતો. મોટભાગના આત્મહત્યાના બનાવો સેમી અર્બન શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં બન્યાં હતાં. મોટાશહેરોની વાત કરીએ તો સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારની સરખામણીએ આત્મહત્યાના બનાવો ઓછા છે. ગુજરાતમાં ૮૪ આપઘાતની ઘટના બની હતી. તેમાંથી મોટા શહેરોમાં ૧૦ મોત નોંધાયા છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ ૬ લોકોએ જીવાદોરી ટૂંકાવી હતી. જ્યારે મેટ્રો સિટી અમદાવાદમાં બે તથા વડોદરા અને સુરતમાં એક-એક વ્યકિતએ આત્મહત્યા કરી હતી. ગુજરાત પછી મહારાષ્ટ્ર દેશમાં દેશમાં બીજા નંબરે આવે છે. જ્યાં ૬૭ લોકોએ દિવસોના કારણે મોતની ચાદર ઓઢી લીધી હતી. જ્યારે તમિલનાડુ ૫૯ લોકોની આત્મહત્યા સાથે ત્રીજા સ્થાને છે. લગ્ન સબંધિત ઇસ્યુના કારણે ૨૯૬ વ્યકિતઓએ જીંદગીનો અંત આણ્યો હતો. જેમાં ૧૬ પુરૂષ અને ૬ મહિલાનો સમાવેશ થતો હતો. ગુજરાતના લોકો પરિવાર સાથે ખુબજ લાગણીથી જોડાયેલા હોય છે. જેના કારણે આજે પણ ગુજરાતમાં સયુંકત કુંટુંબમાં રહેવાની પરંપરા જળવાઇ રહી છે. જ્યારે કોઇપણ છુટાછેડા માટે જાય છે. ત્યારે અન્ય એકલતા અનુભવે છે અને હતાશ થઇ સ્યુસાઇડ કરવા પ્રેરાય  છે. (૨૫.૧૧)

 

ડિવોર્સના કારણે બનેલી આત્મહત્યાની ઘટના

અમદાવાદ ૨

રાજકોટ    ૬

વડોદરા    ૧

સુરત       ૧

(12:49 pm IST)