મુખ્ય સમાચાર
News of Saturday, 28th September 2019

દેશનું દેવુ ચાર ટકા વધીને 88.18 લાખ કરોડે પહોંચ્યું : પીએમ કહે છે ' ભારતમાં બધું ઠીક છે :કોંગ્રેસના પ્રહાર

સામાન્ય લોકોને ખાવાના ફાંફાને કોર્પોરેટ ટેક્સમાં કરાઇ રહ્યો છે ઘટાડો

નવી દિલ્હી : કોંગ્રેસે મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલોને ટાંકીને કહ્યું કે દેશનું કુલ દેવું વધીને 88.18 લાખ કરોડ થયું છે પરંતુ પ્રધાનમંત્રી મોદી કહે છે કે 'ભારતમાં બધુ ઠીક છે. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે  આરોપ લગાવ્યો હતો કે સરકાર સામાન્ય લોકોને રાહત આપવાને બદલે કોર્પોરેટ જગતને રાહત આપી રહી છે.

  તેમણે પત્રકારોને જણાવ્યું કે, "ભારતમાં બધું સારું છે એમ કહેવાથી બધું સારું નથી થઇ જતું" સુપ્રિયાએ કહ્યું, 'ભારતનું દેવું આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 88.18 લાખ કરોડ થયું છે. આ પહેલા પ્રથમ ત્રિમાસિક ગાળા કરતા લગભગ ચાર ટકા વધારે છે. જે ચિંતાનો વિષય છે.

  તેમણે કહ્યું, 'ફ્રાન્સની એક મહારાણીએ કહ્યું કે બ્રેડને બદલે કેક ખાવા. લાગે છે કે આ સરકાર પણ આ માર્ગે ચાલે છે. તેમને સ્થાનિક વાસ્તવિકતાનો ખ્યાલ નથી. સામાન્ય લોકો પાસે પૈસા નથી અને તેઓ કોર્પોરેટ ટેક્સ ઘટાડી રહ્યા છે.

 કોંગ્રેસના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે "કોર્પોરેટ્સ તેમના ખાતા નક્કી કરશે અને રોકાણ કરશે નહીં." સરકાર જે પગલાં લઈ રહી છે તેનાથી દેવાના દરમાં વધારો થશે. આ સરકાર ખૂબ જ ટૂંકા ગાળાના વિચાર સાથે કામ કરી રહી છે.

(10:57 pm IST)