મુખ્ય સમાચાર
News of Saturday, 28th September 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વદેશ પરત: દિલ્હી એરપોર્ટ પર હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત દિલ્હીના તમામ સાત સાંસદો હાજર

નવી દિલ્હી : સાત દિવસનો અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વદેશ પરત ફર્યા છે . આ પ્રસંગે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત દિલ્હીના તમામ સાત સાંસદો હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓએ પીએમ મોદીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું. હતું

દિલ્હીના પાલમ એરપોર્ટ બહાર પીએમ મોદીને આવકારવામાં ભાજપ દ્વારા સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો  જેમાં પીએમ મોદીનું દિલ્હીના તમામ સાત સાંસદો અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યુ. મંચ પર પહોંચતાની સાથે જ પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત તમામ ભાજપના કાર્યકરોનું અભિવાદન કર્યું. આ નિમિતે જેપી નડ્ડા અને ભાજપના નેતાઓએ હાર પહેરાવીને પીએમ મોદીને આવકાર્યા હતા.

 

  ભાજપ દ્વારા સ્વાગત સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં વસતા ભારતીયોને કારણે હાઉડી મોદી કાર્યક્રમ સફળ થયો. ત્યાં દરેક લોકોના મુખમાં માત્ર હાઉડી મોદીનું નામ હતુ. તેમણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા 28 સપ્ટેમ્બરે જ દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તેમને હું પ્રણામ કરૂ છું. પીએમ મોદીએ પોતાના સંબોધનનાં દેશવાસીઓને નવરાત્રી અને દુર્ગાપુજાની શુભકામના પણ પાઠવી.

(9:40 pm IST)