News of Friday, 28th September 2018
આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે 8 ભેંસો વેચી નાખી : પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે સત્તાવાર નિવાસ સ્થાનમાં રાખેલી આ ભેંસોની હરરાજીથી 23 લાખ રૂપિયા ઉપજ્યા
ઇસ્લામાબાદ :આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે 8 ભેંસો વેચી 23 લાખ રૂપિયા ઉપજાવ્યા છે.પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફના આરોગ્યની કાળજી માટે દૂધ,ઘી વિગેરેની સુવિધા માટે પ્રાઈમ મિનિસ્ટરના નિવાસ સ્થાનમાં રાખવામાં આવેલી આ ભેંસો વર્તમાન ઇમરાનખાનની સરકારે હરરાજી કરી વેચી નાખી ઉપરોક્ત રકમ ઉપજાવી લીધી હોવાનું જાણવા મળે છે.
(9:26 am IST)