મુખ્ય સમાચાર
News of Friday, 28th September 2018

સાઇપ્રસમાં સર્જાઇ અજીબો ગરીબ ઘટનાઃ ૧૯૪૭માં અેક વ્યક્તિના મોત બાદ ગુફામાં વૃક્ષ ઉગી નીકળ્યુઃ ગ્રીક-તુર્કી વચ્‍ચેની અથડામણમાં મોતને ભેટેલ વ્‍યક્તિના શરીરમાં રહેલા અંજીરના બીજના કારણે વૃક્ષ ઉગ્યાનો વૈજ્ઞાનિકોનો દાવો

સાઈપ્રસ: મૃત્યુ અને તેને લગતા અનેક રહસ્યો ઘણી વાર દશકાઓ પછી ખુલે છે. આવીજ એક અજીબોગરીબ ઘટના સાઈપ્રસમાં બની છે. અહીં એક વ્યક્તિનું મૃત્યુ 1974માં થયુ હતુ, પરંતુ તેનો મૃતદેહ નહોતો મળ્યો. પરંતુ તેના મૃત્યુના દશકાઓ પછી તે ગુફામાં એક ઝાડ ઉગી નીકળ્યું જ્યાં તેનું મૃત્યુ થયુ હતુ. લોકો માટે રહસ્ય હતું કે અહીં આ વૃક્ષ કઈ રીતે ઉગી નીકળ્યુ.

લાંબા રિસર્ચ પછી ખુલાસો થયો કે, એક મૃતક વ્યક્તિના પેટમાં અંજીરના બીજ હતા, જેમાંથી આ ઝાડ ઉગ્યું છે. અહમટ હરયુન્ડર નામના એક વ્યક્તિનું મોત ગ્રીક અને તુર્કી વચ્ચેની અથડામણમાં થયુ હતુ. તેના મૃતદેહને શોધવામાં આવ્યો, પરંતુ નહોતો મળ્યો. થોડા વર્ષો પછી ગુફામાં એક છોડ ઉગ્યો અને લોકો ચોંકી ગયા. આ વિસ્તારમાં આ પ્રકારના વૃક્ષ નથી થતા. વૈજ્ઞાનિકોની એક ટીમે 2011માં રિસર્ચ શરુ કર્યું અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો.

રિસર્ચ દરમિયાન ઝાડની આસપાસ ખોદકામ કરવામાં આવ્યુ અને શબ ડટાયેલો હોવાની વાત સામે આવી. ગુફા અને તેની આસપાસ વધારે ખોદકામ કરવામાં કરવામાં આવ્યુ તો ખબર પડી કે અહીં અન્ય લોકોના મૃતદેહ પણ દફન થયેલા છે. ગુફાને ડાયનામાઈટથી ઉડાવવામાં આવી હતી અને તેમાં અહમત સહિત 3 અન્ય લોકોએ જીવ ગુમાવ્યો હતો.

રિસર્ચ ટીમનું માનવુ છે કે ગુફામાં ધમાકા પછી કાણુ પડી ગયુ હશે જેના કારણે સૂર્યપ્રકાશ અને વરસાદનું પાણી તેમાં જતા હશે. બની શકે કે મૃત્યુ પહેલા અહમતના પેટમાં અમુક બીજ હશે. ગુફામાં પાણી અને સૂર્યપ્રકાશને કારણે તે બીજનો વિકાસ થયો અને ઝાડ મોટુ થઈ ગયુ.

(12:00 am IST)