મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

સાંજે મમતા બેનર્જી કરશે સોનિયા ગાંધી સાથે મુલાકાત

૨૦૨૪માં બીજેપીને ઘેરવા માટે રચાશે પ્લાન

નવી દિલ્હી તા. ૨૮ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી સાથે મુલાકાત કરશે. બંગાળ વિધાનસભામાં આ વર્ષે મેમાંમળેલી જીત બાદ આ બન્નેનેતાઓની પ્રથમ બેઠક થશે. આ મુલાકાત સાંજે સોનિયા ગાંધીમાં આવાસ પર થશે.

મમતા બેનર્જી પાંચ દિવસની દિલ્હીની મુલાકાતે આવી હતી. ત્યારબાદ તેઓએવડાપ્રધાન મોદીને તેના૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત આવાસ પર મુલાકાત કરી. આ બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે આજે પીએમની સાથે તે શિષ્ટાચાર ભેંટહતી. મિટિંગમાં કોરોના અને બંગાળમાં વધુ વેકસીન દવાઓની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો. તેમજ રાજયના નામ બદલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. આ મુદ્દા પર તેઓએ કહ્યું કે તે આ અંગે સમીક્ષા બેઠક કરશે. પીએમએ પેગાસસ મુદ્દ પર સર્વપક્ષીય બેઠક બોલાવી જોઈએ.સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં તેની તપાસ થવી જોઈએ.

વર્ષ ૨૦૨૪ માં મમતા બેનર્જી અને સોનિયા ગાંધી વિરોધી પક્ષોના ભાજપ વિરોધી મોરચા પર ચર્ચા કરી શકે છે. સંસદના ચોમાસું સત્રની વચ્ચે યોજાયેલી આ બેઠક મહત્વની ધારણા કરે છે કારણ કે ગૃહમાં વિરોધી પક્ષોએ પેગાસુસજાસૂસી કાંડ અને કૃષિ કાયદાઓને લઈને સરકારને ઘેરી લીધી હતી.

મમતા બેનર્જી આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને પણ મળી શકે છે. જોકે, મમતાએ મંગળવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિને મળવાની સમસ્યા એ છે કે એન્ટિ-કોરોનાવાયરસ રસીના બંને ડોઝ લીધા હોવા છતાં પણ તેમને આરટી-પીસીઆર પરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે.

મમતા બેનર્જીએ ગઈકાલેકોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક પછી આનંદ શર્માએ કહ્યું કે બંને અને વર્ષોથી સાથે કામ કર્યા હોવાથી તેમનો અને મમતા ગાઢસંબંધ છે. શર્માએ કહ્યું કે મમતા બંગાળમાં જીત્યા પછી પહેલીવાર દિલ્હી આવી હતી, તેથી તે ચાની ઉપર મળવા ગઈ હતી.

(12:52 pm IST)