મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

અમેરિકામાં કોરોના રીટર્નસ : એક દિ'માં નોંધાયા ૬૦ હજારથી વધુ કેસ

રસી લઇ ચૂકેલા લોકોએફરી પહેરવું પડશે માસ્ક : દક્ષિણી અમેરિકીવિસ્તારોમાં કોરોના બેકાબુ

નવી દિલ્હી તા. ૨૮ : કોરોનાના કેસમાં તેજી આવ્યા બાદ અમેરિકાના હૈ રિસ્ક વાળા વિસ્તારોમાં રસીના બન્ને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે માસ્ક એક વાર ફરી પહેરવું જરૂરી બન્યું છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોના કેસોમાં વધારા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ડાયરેકટર રોશેલ વેલેન્સકીએ પત્રકાર પરિષદ દરમિયાન માસ્ક પર લેવાયેલા નિર્ણય વિષે જણાવ્યું. તેઓએ આ દરમિયાન  જણાવ્યું કે વેકસીન અસરદાર છે પરંતુ કોરોના ડેલ્ટા વેરિએન્ટના કારણે ભવિષ્યમાં સંક્રમણનો ખતરો વધી જશે.

રોશેલે કહ્યું કે વધુ સંક્રમણવાળા વિસ્તારોમાં સીડીસી રસીની બન્ને ખુરાક લઇ ચૂકેલા લોકોને પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સીડીસીના ડેટાના જણાવ્યા મુજબ, દક્ષિણી અમેરિકામાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. જો કે ઉત્તરપૂર્વી જેવા દેશના જે ભાગોમાં સૌથી વધુ રસીકરણ થયું છે, ત્યાં ઇમ્યુનીટી ટ્રાન્સમિશનનો દર મર્યાદિત છે. અમેરિકામાં પ્રતિ એક લાખ પર ૧૦૦ થી વધુ સંક્રમણના કેસ આવ્યા બાદ તેને હાઈ રિસ્ક શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

જોકે સીડીસીના જ રીસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે રસી લઇ ચૂકેલા લોકો જયારે સંક્રમિત થાય છે. તો તેનો વાયરલ લોડ રસી ન લેવા બરાબર છે. સીડીસીનું કહેવું છે કે આ રીસર્ચ બાદ તે કહી શકાય કે વેકિસનના બન્ને ડોઝ લઇ ચૂકેલા લોકો પણ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.

 સીડીસીએ મે મહિનામાં રસી લઇ ચૂકેલા લોકોને માસ્ક ન પહેરાવની સલાહ આપી હતી. જોકે સીડીસીએ લોકોને અપીલ કરી કે તેઓ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતી વખતે અથવા હોસ્પિટલ જતા સમયે માસ્કનો ઉપયોગ કરે. ઉલ્લખેનીય છે કે અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાના ૬૦ હજારથી વધુ નવા કેસ આવ્યા છે.

(10:29 am IST)