મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

અમેરિકાનાં ટેકસાસ શહેરમાં એક સાથે ૪૬ લોકોનાં મોત ! : રોડ સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી મૃતદેહો મળી આવતા ખળભળાટ

ગેરકાયદેસર સરહદ પાર કરાવવાનાં બનાવમાં ઘટનાા બની ! : મેકિસ કોનાં વિ દેશ મંત્રીએ કહ્રયુ - ''મૃતકોની નાગરીકતા શુ છે તે જાણી નથી શકાયુ''

નવી દિ લ્લી તા.૨૮ : અમેરિ કાનાં ટેકસાસ શહેરમાં એક એવો બનાવ સામે આવ્યો છે. જેને લઈ સમગ્ર અમેરિ કામાં હડકંપ મચી ગયો છે. અમેરિ કાનાં ટેકસાસમાં રોડની સાઈડમાં પાર્ક કરાયેલ એક શંકાસ્પદ ટ્રક અંગે પોલીસને જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચ્યા હતા. જે તેઓ ખોલતા અંદરથી ઘેટા બકરાની જેમ ૪૬ મૃતદેહો નીચે પટકાયા હતા. જ્યાં ટ્રકટરમાં ભરાયેલ અન્ય ૩૨ લોકોને હોસ્પિ ટલમાં દાખલ કરાયા છે. જ્યારે આ ઘટના માનવ તસ્કરીને છે કે નહી તે હજૂ જાણી શકાયુ નથી.

 

એવું માનવામાં આવે છે કે આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હતા. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. તે ટ્રક અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. તેમાંથી એક મૃતદેહ ટ્રેલરની બહાર પડેલો હતો.

હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં.

સેન એન્ટોનિયો, ટેક્સાસમાં, માનવ તસ્કરી દરમિયાન લોકો પહેલાથી જ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 2017માં આવી જ એક ટ્રકમાંથી 10 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પહેલા 2003માં સાન એન્ટોનિયોમાં એક ટ્રકમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે પણ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તે ઘટનાસ્થળે પહોંચી રહ્યો છે. માર્સેલો એબ્રાર્ડે કહ્યું છે કે, હાલમાં માર્યા ગયેલા લોકોની નાગરિકતા શું છે, તે જાણી શકાયું નથી.

(9:00 pm IST)