મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

સંજય રાઉતને EDનું જમીન કૌભાંડ કેસમાં બીજુ સમન્સ :1 જુલાઈએ હાજર થવાનો આપ્યો આદેશ

સંજય રાઉત અને તેમના પરિવાર સાથે જોડાયેલા આઠ પ્લોટ અને મુંબઈના દાદરા ઉપનગરના એક ફ્લેટને એન્ટી મની લોન્ડરીંગ કાયદા હેઠળ કબ્જે કરાયા હતા

શિવસેનાના નેતા સંજય રાઉતને EDએ પાત્રા ચોલ(ચાલી) લેન્ડ સ્કેમના કેસમાં બીજુ સમન્સ પાઠવ્યુ છે. તપાસ એજન્સીએ તેમને 1 જુલાઈના રોજ હાજર થવાનું કહ્યું છે. આ અગાઉ EDએ આ કેસમાં તેમને પ્રથમ સમન્સ મોકલીને 28 જૂનના રોજ હાજર થવાનું કહ્યું હતું. આ સમગ્ર મામલો મની લોન્ડરિંગની તપાસ સાથે સંબંધિત છે, જેમાં મુંબઈ ખાતે આવેલી એક ‘ચોલ’ના પુનઃવિકાસ સાથે સંકળાયેલા 1034 કરોડ રૂપિયાની જમીનના ‘ગોટાળા’નો સમાવેશ થાય છે

સંજય રાઉત અને તેમના પરિવાર સાથે જોડાયેલા આઠ પ્લોટ અને મુંબઈના દાદરા ઉપનગરના એક ફ્લેટને એન્ટી મની લોન્ડરીંગ કાયદા હેઠળ કબ્જે કરવામાં આવ્યા હતા. સંજય રાઉતે મંગળવારના રોજ EDની સમક્ષ પ્રથમ નોટિસને અનુલક્ષીને હાજર થવા અંગે વધારાનો સમય માંગ્યો હતો અને એજેન્સીએ તેમની આ માંગણીને સ્વીકરી લીધી છે. રાઉતના વકીલ આજે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ તપાસ એજ્નસીના કાર્યાલયે પહોચ્યા હતા.

શિવસેનાના નેતા સંજય રાઉતે ED દ્વારા મોકલાયેલા સમન્સના અનુસંધાને કહ્યુ હતુ કે, કેટલાક લોકો અમને જેલ મોકલીને રાજ્ય ચલાવવા માંગે છે, જેવું ઈમરજન્સી દરમિયાન થયું હતું

(8:31 pm IST)