મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૭૯૩ નવા કેસ, ૨૭ના મોત

સક્રિય કેસ ૯૬ હજારને પાર

નવી દિલ્હી, તા.૨૮ઃ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૭૯૩ નવા કેસ નોંધાયા છે અને કોવિડને કારણે ૨૭ લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા ૯૬,૭૦૦ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર ૨.૪૯„ છે. જ્યારે સાાહિક હકારાત્મકતા દર ૩.૩૬„ રહ્ના. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૭૩,૭૧૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૯૭.૩૧ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કોરોના કેસની સંખ્યા ૯૬,૭૦૦ છે. હાલમાં સક્રિય કેસ ૦.૨૨્રુ છે. જ્યારે રિકવરી રેટ હાલમાં ૯૮.૫૭ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯,૪૮૬ દર્દીઓના રિકવરી સાથે કુલ રિકવરી વધીને ૪,૨૭,૯૭,૦૯૨ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૬.૧૪ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(11:58 am IST)