મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

કરદાતાઓ માટે કોમ્‍પ્‍લાયન્‍સ સરળ બનાવવા નિર્ણયઃ GSTR-3Bમાં સુધારો કરવા કાઉન્‍સીલ તૈયાર

મુંબઇઃ ચંડીગઢ ખાતે શરૂ થયેલી જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્‍યા હોવાનું સીએનબીસી-ટીવી૧૮ જણાવે છે.

* જીએસટી કાઉન્‍સીલ કરદાતાઓ માટે કોમ્‍પ્‍લાયન્‍સ સરળ બનાવવા તૈયાર

* જીએસટી કાઉન્‍સીલે જીએસટીઆર૩બીમાં સુધારો કરવા નિર્ણય લીધો (કરદાતાઓ દ્વારા માસિક જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે)

* જીએસટી કાઉન્‍સીલે સરકાર દ્વારા ચલાવાતી એનઆઇસીને અન્‍ય પ્‍લેટફોર્મ ઉપર ઇ-વોઇસ રજીસ્‍ટર કરવા પણ પરવાનગી આપી

* આવતા ૬ મહિનામાં ૬ ઇનવોઇસ રજીસ્‍ટ્રેશન પોર્ટલ અમલી બનશે તેવુ કાઉન્‍સીલે જાહેર કર્યુ

* જીએસટી કાઉન્‍સીલે શો-કોઝ નોટીસ મામલે કેન્‍દ્ર અને રાજ્‍ય બંનેને સત્તા આપવા નિર્ણય લીધો

* જીએસટી કાઉન્‍સીલે ઇ-કોમર્સ સપ્‍લાયર્સને કમ્‍પોઝીશન સ્‍કીમ હેઠળ રજીસ્‍ટર કરવા પરવાનગી આપી કે જેથી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા સરળ બને અને કરચોરી ઘટી શકે

* જીએસટી કાઉન્‍સીલે ઇ-કોમર્સ સપ્‍લાયર્સ માટે કોમ્‍પ્‍લાયન્‍સ બોટલ નેક્‍સ સરળ બનાવવા નિર્ણય લીધો

* જીએસટીઆર૪ની ડેડલાઇન લંબાવવા નિર્ણયઃ કરદાતાઓ ઉપરના બોજાને હળવો કરવા પણ નિર્ણયઃ ૧લી માર્ચ ૨૦૨૦ અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ વચ્‍ચેના ૨ વર્ષના ગાળાના રિફંડ ફાઇલીંગ માટેની જરૂરિયાત કાઉન્‍સીલે દૂર કરી

* નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે વાર્ષિક રિટર્નના ફોર્મમાં જુજ ફેરફારો કરવામાં આવ્‍યાઃ કરદાતાઓ જીએસટીઆર૪ ૨૮ જુલાઇ સુધી ફાઇલ કરી શકશેઃ અગાઉ ૩૦ જુનનની ડેડલાઇન હતી

(3:38 pm IST)