મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

પદ્મભૂષણ બિઝનેસ ટાયકુન પાલોનજી મિસ્ત્રીનું નિધન

૫૦ દેશોમાં ફેલાયો છે શાપૂરજી પાલોનજીનો કારોબાર

નવી દિલ્‍હી, તા.૨૮: શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું ૯૩ વર્ષની જૈફ વયે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્‍જિનયરીંગ, કંસ્‍ટ્રક્‍શન, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, રિયલ એસેટેલ્‍ટ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયો છે. આ ગ્રુપમાં અંદાજીત ૫૦ હજાર લોકો કાર્યરત છે. કંપનીનો બિઝનેસ ૫૦ દેશોમાં ફેલાયો છે. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રીને એક વખતે ટાટા સન્‍સના ચેરમેન બનાવવામાં આવ્‍યા હતા, પરંતુ ભારે વિવાદ પછી તેમને રાજીનામું આપવું પડ્‍યું હતું. શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા ૧૫૦ વર્ષથી કાર્યરત છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ ૨૦૧૬માં પદ્મભૂષણથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
પાલોનજી મિસ્ત્રીનો જન્‍મ વર્ષ ૧૯૨૯માં થયો હતો. તેઓ સૌથી ધનિક આયરિશ છે. બ્‍લૂમબર્ગ બિલિનેયર ઈન્‍ડેક્ષ અનુસાર તેમની કુલ સંપતિ ૨૮.૯ બિલિયન ડોલર છે. તેઓ વિશ્વના ૪૧માં સૌથી ધનિક વ્‍યક્‍તિ.ભારત ઉપરાંત શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ એશિયાના અન્‍ય દેશોથી આફ્રિકા સુધી ફેલાયેલો છે

 

(11:31 am IST)