મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

મુંબઇમાં ૪ માળની ઇમારત ધરાશાયી : ૨૦ થી ૨૫ લોકો ફસાયા હોવાની આશંકા : એકનું મોત

અત્‍યાર સુધીમાં ૫-૭ લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે

મુંબઇ તા. ૨૮ : સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્‍ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્‍યા અનુસાર, કાટમાળ નીચેથી ૮ લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે જેમની સ્‍થિતિ સ્‍થિર છે, જયારે એક વ્‍યક્‍તિનું મોત નીપજયું છે. હાલ બચાવ કામગીરી ચાલુ હોવાથી ૨૦ થી ૨૫ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

મુંબઈના કુર્લાના નાઈક નગરમાં ૪ માળની જૂની ઈમારત સોમવારે મોડી રાત્રે ધરાશાયી થઈ હતી. આ ઘટના બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. બિલ્‍ડિંગ ધરાશાયી થતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરીનું કામ હાથ પર લીધું હતું. અત્‍યાર સુધીમાં ૭ લોકોને બચાવી લેવાયા છે. ૧૦ થી ૨૫ લોકો હજુ પણ ફસાયેલા છે.

(10:34 am IST)