મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, અગ્નિપથ યોજના યુવાનોને બરબાદ કરશે. તેમના લગ્ન પણ નહીં થાય. આ યોજનાથી સેનાનું સન્માન પણ ઘટી જશે. તેથી, તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળશે અને તેમને સમજાવશે, જેથી આ યોજના પાછી ખેંચી શકાય

અગ્નિપથ યોજના હેઠળ નોકરી કરનાર યુવાનો ચાર વર્ષ પછી પાછા આવશે અને પોતાના ઘરે બેસી જશે

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, અગ્નિપથ યોજના યુવાનોને બરબાદ કરશે. તેમના લગ્ન પણ નહીં થાય. આ યોજનાથી સેનાનું સન્માન પણ ઘટી જશે. તેથી, તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળશે અને તેમને સમજાવશે, જેથી આ યોજના પાછી ખેંચી શકાય. રાજ્યપાલ સત્યપાલ મલિક રવિવારે ખેકડામાં શિક્ષક ગજે સિંહ ધામાનું અવસાન થતા પરિવારજનોને સાંત્વના આપવા ગયા હતા.

પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના હેઠળ નોકરી કરનાર યુવાનો ચાર વર્ષ પછી પાછા આવશે અને પોતાના ઘરે બેસી જશે.

કારણ કે તે પછી નિશ્ચિત નથી કે તેમને કોઈ બીજી જગ્યાએ નોકરી મળશે. આનાથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે. આ યોજનાને લઈને યુવાનોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ યોજના યુવાનોના હિત પર હુમલો છે. સરકારે આ યોજના અંગે ફરીથી વિચાર કરવો જોઈએ.

રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, સેવાનિવૃત્ત થયા પછી તેઓ રાજકારણ કરશે નહીં, અને ખેડૂતોના હિત માટે લડશે. તે 'કાશ્મીર કા સચ' નામનું પુસ્તક લખશે. પુસ્તકમાં તેઓ રાજ્યપાલ તરીકે કાશ્મીરના લોકો સાથે તેમના અનુભવો જણાવશે કે તેમના સમયમાં કાશ્મીરમાં શાંતિ હતી. એક ગોળી પણ સેનાએ ચલાવી પડી નહતી. તેમણે કહ્યું કે, સરકારે MSP પર કાયદો બનાવવો પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો ખેડૂત ફરીથી આંદોલન કરવા મજબુર થઇ જશે. મહારાષ્ટ્રની સમસ્યા પર તેમણે કહ્યું કે, બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવું જરૂરી છે. રાજ્યપાલ તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

મોહલ્લા મુંડાલામાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે સ્વર્ગસ્થ શિક્ષક ગજે સિંહ ધામાના ઘરે પહોંચ્યા હતા. પોલીસ કર્મચારીઓએ તેમને સલામી આપી હતી. આ પછી તેમણે સ્વર્ગસ્થ શિક્ષક ગજે સિંહ ધામાના ફોટા પર ફૂલો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી, અને શિક્ષકના પત્ની સત્યવતી દેવી, પુત્રો વિકાસ ધામા, ગૌરવ ધામા વગેરેને સાંત્વના પાઠવી હતી.

આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર શર્મા, બલ્લમ શર્મા, જયકરણ સિંહ, ડૉ. સુરેન્દ્ર ધામા, વિકાસ ધામ, રાજીવ ધામા, હરેન્દ્ર સિંહ, કરતાર સિંહ, કુલદીપ પંવાર, અનુજ શર્મા, બ્રહ્મપાલ સિંહ સભાસદ, ડૉ. જગપાલ સિંહ તેવટિયા, અનુજ કૌશિક, ડૉ. ઉમેશ શર્મા, દીપક યાદવ, ઓમકાર યાદવ, ધર્મેન્દ્ર તોમર, ધર્મપાલ સિંહ, જીતેન્દ્ર ધામા, શિવકુમાર ધામા, ધ્રુવ શર્મા વગેરે હાજર રહ્યા હતા.

 

(1:17 am IST)